મહારાષ્ટ્રના નાસિક પોલીસને એવા ઈનપુટ મળ્યા છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના પિતા રાજીવ ગાંધીની જેમ બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પર તેમની ન્યાય જોડો યાત્રા દરમિયાન બોમ્બથી હુમલો કરવામાં આવે તેવા ઈનપુટ મળ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલના નિવાસસ્થાનની સુરક્ષા વધારવા સાથે દિલ્હી પોલીસ, યુપી અને મધ્યપ્રદેશ પોલીસને રાહુલ ગાંધીની સુરક્ષા વધુ કડક કરવા માટે કહેવામાં આવ્યું છે.
હાલમાં રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે,તેમની ન્યાય જોડો યાત્રા 2 માર્ચે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરી રહી છે.
દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયના આદેશ બાદ 24 અકબર રોડ સ્થિત તેમના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
તેમના નિવાસસ્થાન પાસે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને સાદા વસ્ત્રોમાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા

સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસને ઈનપુટ ચેક કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ ગાંધી પર હુમલાને લઈને મળેલા ઈનપુટ કેટલા ગંભીર છે તે બંને રાજ્યોની પોલીસ કરી રહી છે, તપાસ માટે વિશેષ સેલ તૈનાત કરવામાં આવ્યો છે.

રાહુલને Z પ્લસ સુરક્ષા મળી છે

રાહુલ ગાંધી પાસે હાલમાં ઝેડ પ્લસ સુરક્ષા છે જેમાં 10 થી વધુ NSG કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 55 પ્રશિક્ષિત કર્મચારીઓ સંબંધિત વ્યક્તિની નજીક તૈનાત છે. આ તમામ કમાન્ડો 24 કલાક વ્યક્તિની આસપાસ ચાંપતી નજર રાખે છે,દરેક કમાન્ડો માર્શલ આર્ટમાં નિષ્ણાત છે.