16 જૂને રિલીઝ થઇ રહી છે પ્રભાસ અને ક્રિતી સેનની આદિપુરુષ

પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષ હજી રિલીઝ પણ નથી થઈ અને ફિલ્મે કમાણી શરૂ કરી દીધી છે. હા, સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ ઓઆ પહેલા તેની કમાણીના આંકડા બહાર આવ્યા છે. જે સૌને ચોંકાવી રહ્યા છે.

ફિલ્મ આદિપુરુષ પણ ફસાઇ છે વિવાદોમાં
જ્યારથી ફિલ્મનું ટીઝર સામે આવ્યું છે ત્યારથી પ્રભાસની ફિલ્મને ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે સમાચાર છે કે આ ફિલ્મના નિર્માતાઓએ આદિપુરુષની પ્રોડક્શન રકમ ફિલ્મની રિલીઝ પહેલા જ વસૂલ કરી લીધી છે.

ફિલ્મે કેવી રીતે કરોડો કમાવ્યા ?
TOI અનુસાર, 500 કરોડના બજેટ સાથે બનેલી આદિપુરુષે તેની રિલીઝ પહેલા 432 કરોડની વસૂલાત કરી લીધી છે. અહેવાલ છે કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આદિપુરુષે નોન થિયેટ્રિકલ રેવન્યુમાંથી રૂ. 247 કરોડ એકત્ર કર્યા છે. આ સિવાય, ફિલ્મે સેટેલાઇટ રાઇટ્સ, મ્યુઝિક રાઇટ્સ અને ડિજિટલ રાઇટ્સ અને અન્ય આનુષંગિક અધિકારોમાંથી બાકીની વસૂલાત કરી છે. સમાચાર છે કે આ ફિલ્મ સાઉથમાં રિલીઝ થયા બાદ લગભગ 185 કરોડની કમાણી કરશે.

શું આદિપુરુષ ત્રણ દિવસમાં આટલું કમાઈ શકે?
આ ફિલ્મ માટે બોક્સ ઓફિસનો અંદાજ 100 કરોડ રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આદિપુરુષ ફિલ્મનું માત્ર હિન્દી વર્ઝન જ તેની રિલીઝના 3 દિવસમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ આગાહી સાચી પડે છે કે કેમ!

તમને જણાવી દઈએ કે, પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે. ચાહકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે પ્રભાસ અને કૃતિ સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે, ત્યારે ચાહકો વધુ ઉત્સાહિત છે.