અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે અવસાન થયું છે. છેલ્લા બે દિવસથી હીરાબાનું અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા અને ગઇકાલે તેમની તબિયતમાં સુધારો પણ થયો હતો. જોકે આજે વહેલી સવારે જ્યારે પીએમ મોદીએ ટ્વિટ કરીને જાણ કરીને પોતાની માતાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યો હતો. હીરાબાએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા.

PM મોદીએ ટ્વિટમાં હીરાબાના 100માં જન્મદિવસ પર માતા સાથે વિતાવેલા પળોને યાદ કરી લખ્યું કે, “જ્યારે હું માતાના 100માં જન્મદિવસે મળ્યો ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવન જીવો,”

વધુમાં તેમણે લખ્યું કે “એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે. મે માતાને જોઈને હંમેશા ત્રિમૂર્તીનું અનુભવ કર્યું છે.. જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.”

તમને જણાવી દઇએ કે, હીરાબાના અંતિમ સંસ્કાર આજે ગાંધીનગરમાં કરાશે. તેઓની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા આસપાસ પીએમ મોદી આવી પહોંચ્યા બાદ શરૂ થશે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે. આ દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આપી હતી.