ફિલિપ ગ્રીન બેરી ઓ’ફેરેલનું સ્થાન લેશે, ઓ’ફેરેલ જુન સુધી ભારતમાં હાઇ કમિશનર તરીકે ફરજ બજાવશે

હાલમાં બર્લિનમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત (હાઇ કમિશનર) તરીકે ફરજ બજાવતા ફિલિપ ગ્રીનને ભારતમાં આગામી હાઈ કમિશનર તરીકે નામ આપવામાં આવશે. ગ્રીન હાલ વર્ષ 2020 થી જર્મનીમાં ઓસ્ટ્રેલિયન હાઇ કમિશનર તરીકેની ફરજ અદા કરી રહ્યા છે.

અગાઉ ઓ’ફેરેલની નિમણૂંક સમયે, ફિલિપ ગ્રીન નવી દિલ્હીમાં પોસ્ટિંગ માટે ઉત્સુક હતા, પરંતુ સરકારે ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ પ્રીમિયર બેરી ઓ’ફેરેલની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હવે ઓ’ફેરેલની કાર્યકાળ પૂર્ણ થતા ગ્રીન તેમનું સ્થાન લેશે.

બેરી ઓ’ફેરેલ મેના છેલ્લા સપ્તાહમાં નિર્ધારિત ક્વાડ સમિટની સરળ સફરને સરળ બનાવવા માટે જૂન સુધી ભારતમાં ઓસ્ટ્રેલિયન એમ્બેસેડર તરીકે રહેશે. આ તરફ ફેબ્રુઆરીમાં જ ઓ’ફેરેલનો કાર્યકાળ પૂર્ણ થઇ ચૂક્યો હતો જોકે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝની ભારત યાત્રાને કારણે ઓ’ફેરેલને ભારતમાં જૂન 2023 સુધી રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે બર્લિન પહેલા, ફિલિપ ગ્રીન જોહાનિસબર્ગ, નૈરોબી અને સિંગાપોરમાં ઓસ્ટ્રેલિયન મિશનના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.