ન્યુઝીલેન્ડમાં નવી ફાયરઆર્મ્સ નીતિ અમલમાં આવી છે અને કુલ 100,000 થી વધુ હથિયારોની નોંધણી કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં લાયસન્સ ધરાવતા હથિયારોના માલિકોએ રજિસ્ટ્રીને સારો પ્રતિસાદ આપ્યો છે, જેમાં સિસ્ટમમાં નોંધાયેલી 100,000મી બંદૂક સુધી પહોંચવામાં માત્ર સાત મહિનાનો સમય લાગ્યો છે.
આ નોંધણી ન્યુઝીલેન્ડના આશરે 235,000 લાયસન્સ ધારકોમાં 10 ટકા હિસ્સો ધરાવે છે.

ફાયરઆર્મ્સ સેફ્ટી ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન્જેલા બ્રેઝિયરે જણાવ્યું હતું કે અહીંનો કેન્ટરબરી એ સૌથી વધુ સંખ્યામાં અગ્નિ હથિયારોની નોંધણી ધરાવતો અને કાયદેસર લાઇસન્સ ધારકો ધરાવતો પ્રદેશ બન્યો છે.

મહત્વનું છે કે ગત તા.15 માર્ચ, 2019 ના રોજ ક્રાઇસ્ટચર્ચ, કેન્ટરબરીમાં બે મસ્જિદો પરના આતંકવાદી હુમલામાં 51 લોકોના મોત બાદ નવી ફાયરઆર્મ્સ રજિસ્ટ્રી સિસ્ટમ અમલમાં આવી હતી.

સામૂહિક ગોળીબારથી ન્યુઝીલેન્ડમાં હથિયારોના ગેરકાયદેસર સંપાદન અંગે ટીકા થઈ હતી.

ફાયરઆર્મ્સ રજિસ્ટ્રીનો હેતુ અગ્નિ હથિયારોને ખોટા હાથમાં આવતા અટકાવવાનો છે.
લાઇસન્સિંગ સિસ્ટમનું ડિજિટાઇઝેશન ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિને શોધવાની અમારી ક્ષમતામાં વધારો કરે છે,” તેમ બ્રેઝિયરે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે,હથિયાર નોંધણી લાયસન્સ નિયમ અમલમાં આવતા ચોરેલા હથિયારોના વેચાણ અને ખરીદીને રોકવા ઉપરાંત પોલીસને ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારો ક્યાંથી આવ્યા છે તે શોધવાની વધુ સારી રીત પ્રદાન કરે છે.
અને ગુનેગારો માટે ગેરકાયદે હથિયાર રાખવા અને તેનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બનાવે છે.

ન્યૂઝીલેન્ડમાં કાયદેસર રીતે રાખવામાં આવેલા તમામ હથિયારો અને શસ્ત્રોને લઈ ફાયરઆર્મ્સમાં વધુ પારદર્શિતા પ્રદાન કરશે અને બ્લેક માર્કેટમાં ફાયરઆર્મ્સ ઉપલબ્ધ થવાનું વધુ મુશ્કેલ બનશે, બ્રેઝિયરે જણાવ્યું હતું