જે ભારતીયો યુકે જવા માંગે છે તેઓ માટે મોટા સમાચાર સામે આવી રહયા છે વાત જાણે એમ છે કે યુકે સરકાર દ્વારા 3000 સ્લોટ્સ બહાર પાડવામાં આવ્યા છે જેમાં જે ભારતીય યુવકો ગ્રેજ્યુએશન અથવા તેના કરતા વધારે અભ્યાસ ધરાવે છે તેવા યુવાનો અપ્લાય કરી શક્શે જેમાં બે વર્ષના વિઝા મળી જશે.

વિગતો મુજબ યુકેના ગૃહ વિભાગ દ્વારા India Young Professionals scheme સ્કીમ અંતર્ગત એક ડ્રો આગામી તા.20 ફેબ્રુઆરી 2024થી તા. 22 ફેબ્રુઆરી 2024 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી થનાર છે, જેમાં18થી 30 વર્ષની ઉંમરના ભારતીય ગ્રેજ્યુએટ યુવાનો ભાગ લઈ શકે છે, અને તેમાં સિલેક્ટ થનાર યુવાનોને યુકેમાં રહેવા સાથે જોબ અને સ્ટડી માટે 2 વર્ષના વિઝા મળશે.

આપને જણાવી દઈએ કે India Young Professionals scheme સ્કીમ પીરિયડની શરૂઆત તા.20 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યાથી થશે અને યુવાનો 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અપ્લાય કરી શક્શે.

જેમાં ગ્રેજ્યુએટ કે તેથી વધુ અભ્યાસ કરનાર યુવાનો પાસે GBP 2,530 પાઉન્ડ એટલે કે ભારતીય રૂપિયામાં ઓછામાં ઓછું 2,64,000 રૂપિયાનું બેન્ક બેલેન્સ પણ હોવું ફરજિયાત છે.
સાથે જ આ વિઝા માટે અરજી કરનાર લોકો પર 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ બાળક ડિપેન્ડન્ટ પણ ન હોવા જોઈએ. એકવાર અરજીકર્તા આ બેલોટમાં સિલેક્ટ થઈ જશે, તો તેઓ 90 દિવસની અંદર વિઝા માટે અપ્લાય કરી શક્શે. સાથે જ તેમણએ અસોસિએટ્સની ફી, ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જ પણ 90 દિવસની અંદર ચૂકવી દેવા પડશે. આ ઉપરાંત વિઝા મળ્યા બાદ 6 મહિનાની અંદર યુકે પહોંચી જવું પણ ફરજિયાત છે.

India Young Professionals scheme અંતર્ગત 2024માં ટોટલ 3000 સ્લોટ્સ અલોટ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સ્લોટ્સ ફેબ્રુઆરીમાં જ આપી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના સ્લોટ્સ જુલાઈ 2024માં બહાર પડનારા બેલોટ્સમાં આપવામાં આવશે. આ બેલોટમાં એન્ટર થવા માટે કોઈ ફીઝ નથી, પરંતુ આ સ્કીમ અંતર્ગત અરજી કરવા માટે ભારતીય નાગરિકોએ GBP 298 એટલે કે લગભગ 32 હજાર રૂપિયા ચૂકવવા પડશે. ફેબ્રુઆરી મહિનાના બેલોટમાં જો તમે સિલેક્ટ નહીં થાવ, તો તમે આગામી બેલોટમાં ફરીથી પણ અરજી કરી શકો છો. 
આ બેલોટ દરમિયાન સિલેક્શન રેન્ડમલી કરવામાં આવશે, અને જે અરજીકર્તાઓની પસંદગી થઈ છે, તેમને બેલોટ ક્લોઝ થયાના 2 સપ્તાહની અંદર ઈમેઈલથી જાણ કરવામાં આવશે.

–અરજી કઈ રીતે કરવી?

-આ માટે India Young Professionals Scheme ballotમાં અરજી કરી શકો છો.
-જો તમારી બેલોટમાં પસંદગી થાય છે, તો તમને વિઝા માટે અરજી કરવાની જાણ કરવામાં આવશે.
-અરજી કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજ ભેગા કરીને રાખો.
-દસ્તાવેજ ભેગા કર્યા બાદ India Young Professionals Scheme ballot માટે અરજી કરો

●ક્યા ક્યા દસ્તાવેજ સાથે રાખવા પડશે?

-આ માટે તમારો વેલિડ પાસપોર્ટ અને તમે ભારતીય નાગરિક છો, તેવો ઓળખનો પુરાવો હોવો જરૂરી છે.

 -તમારા બેન્ક અકાઉન્ટમાં 2,530 પાઉન્ડનું સેવિંગ્સ છે, તેનો પુરાવો જેમ કે બેન્ક સ્ટેટમેન્ટ સાથે રાખવું.

-તમારા અભ્યાસને લગતા ડિગ્રી સર્ટિફિકેટ સાથે રાખવા

  • તમને ટીબી નથી, તેવું ટીબીનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.

-તમારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, તેવું ભારતની પોલીસે આપેલું સર્ટિફિકેટ અથવા ક્લિયરન્સ રિપોર્ટ સાથે રાખવો પડશે.

-તમારા પાસપોર્ટમાં બ્લેન્ક પેજ હોવું પણ જરૂરી છે.

આપને સવાલ થશે કે આ સ્કીમ આખરે શુ છે? તો આપને જણાવી દઈએ કે ‘India Young Professionals Scheme’શુ છે?

મહત્વનું છે કે 2023માં યુકે દ્વારા India Young Professionals Scheme ballot માર્ચ અને જુલાઈમાં બહાર પાડવામાં આવ્યા હતા જેમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન દેશના યુવાઓ માટે તક હતી.
2024માં પણ બહાર પાડવામાં આવેલા બેલોટમાં તાઈવાનના નાગરિકોને તક આપવામાં આવી છે. યુકેની India Young Professionals Scheme  ભારત અને યુકે વચ્ચેના પાર્ટનરશિપ પ્રોગ્રામનો જ એક ભાગ છે, જેની શરૂઆત 2021માં થઈ હતી. આ ભાગીદારી ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થઈ રહેલા લોકોના સ્થળાંતરને વધારવા અને ઇમિગ્રેશનનો ભંગ કરતા લોકોને અટકાવવા માટે બંને સરકારની પ્રતિબદ્ધાનો એક ભાગ છે.
જેમાં આપને યુકે જવાની તક મળી રહી છે તો રાહ શેની જુઓ છો આજેજ અરજી કરો અને યુકેમાં જવાની તક ઝડપી લો.