કેન્દ્રએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10. રૂપિયા ઘટાડ્યા, ગુજરાત સરકાર એ 7-7 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો
કેન્દ્ર સરકારે બુધવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે રૂ. 5 અને રૂ. 10નો ઘટાડો કર્યો છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ લેવાયેલ આ નિર્ણય ગુરુવારથી અમલમાં આવશે. કેન્દ્રની સાથે સમાન્ય જનતાને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે પણ દિવાળી બોનસ આપતા પેટ્રોલમાં રૂપિયા 7 અને ડીઝલમાં પણ રૂપિયા ઘટાડાની જાહેરાત કરી છે. આને ગુજરાતમાં પેટ્રોલ અંદાજે 12 અને ડીઝલ રૂપિયા 17 પ્રતિ લીટર ઘટશે.
આસામ, ત્રિપુરા, કર્ણાટક સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડ્યો કર્યો
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, રાજ્ય સરકારોએ વેટના દરમાં ઘટાડો કરીને લોકોની મદદ કરવી જોઈએ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યોને પણ આ મામલે અપીલ કરી હતી. તેઓએ લખ્યું કે, હવે રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને તહેવારની સિઝનમાં લોકોની મદદ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ પછી રાજ્યોએ પણ પગલા લેવાનું શરૂ કરી દીધું.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ પેટ્રોલ અને ડિઝલ પર વેટ (VAT) પર તાત્કાલિ ક અસરથી 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે 4 નવેમ્બર (ગુરૂવાર)થી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પણ ટ્વિટ કરીને ઘટાડાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું છે કે, પર્વતીય રાજ્ય હિમાચલમાં ટ્રાન્સપોર્ટના સાધન પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભર છે, તેવામાં જનતાને તેનો સીધો ફાયદો થશે. પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ (વેટ) ઓછો કરવા અંગે પ્રદેશ સરકાર ટૂંક સમયમાં સૂચના જાહેર કરશે.
ભાજપ શાસિત કર્ણાટક અને ગોવાની સરકારોએ પણ પોત-પોતાના રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ રાજ્યમાં પેટ્રોલ પર વેટના દરમાં પ્રતિલિટર 2 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.