આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પ્રવક્તા રાઘવ ચઢ્ઢાને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિધ્ધુની એક્ટ્રેસ રાખી સાવંત સાથે તુલના કરવાનુ ભારે પડી ગયુ છે.

પોતાના બેધડક નિવેદનો માટે જાણીતી રાખી સાવંતે હવે કહ્યુ છે કે, રાઘવ ચઢ્ઢા મારા નામથી દુર રહે. મિસ્ટર ચઢ્ઢા મારૂ નામ લેશો તો હું તમારો ચડ્ડો ઉતારી લઈશ.

કદાચ રાઘવ ચઢ્ઢા માટે પણ હવે રાખી સાવંતે આ પ્રકારનુ નિવેદન આપીને અસાધારણ સ્થિતિ સર્જી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ સિધ્ધુએ પહેલા નિવેદન આપ્યુ હતુ કે, જ્યાં પણ એપીએમસી હોય છે ત્યાં ખેડૂતોનુ શોષણ ઓછુ થાય છે. કેજરીવાલે પણ પોતાની પ્રાઈવેટ માર્કેટ માટે કેન્દ્રનો કાળો કાયદો નોટિફાઈ કર્યો હતો તે પાછો ખેંચ્યો કે નહીં…

દરમિયાન તેના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ સિધ્ધુની તુલના રાખી સાવંત સાથે કરીને કહ્યુ હતુ કે, સિધ્ધુ પંજાબના રાજકારણના રાખી સાવંત છે.