31 માર્ચે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન 52500 ન્યુઝીલેન્ડર્સે દેશ છોડ્યો, અગાઉ 44,400 લોકોએ એક વર્ષમાં દેશો છોડ્યો હોય તેવો હતો વિક્રમ

મોંઘવારીનો માર કહો કે કરિયરમાં વધુ ગ્રોથ મેળવવા માટે હવે ન્યુઝીલેન્ડર્સ અન્ય દેશો તરફ દોડી રહયા છે. Stats NZ અનુસાર, 31 માર્ચે પૂરા થયેલા વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં એક એવો ઇતિહાસ સર્જાયો છે કે જ્યાં રેકોર્ડ 52,500 કિવીઓએ દેશ છોડી દીધો છે. એક દાયકા પહેલા અગાઉ આ રેકોર્ડ 44,400 લોકો પર હતો જ્યારે આટલી મોટી સંખ્યામાં કિવી લોકો ન્યુઝીલેન્ડ છોડીને જતા રહ્યા હતા.

“આ પ્રથમ વખત છે જ્યારે ન્યુઝીલેન્ડના નાગરિકોનું એન્યુઅલ નેટ માઇગ્રેશન 50,000 ને પરા પહોંચ્યું છે. ” સ્ટેટ્સ NZ ના તેહસીન ઇસ્લામે આજે સવારે જણાવ્યું હતું કે વર્ષ માટે કુલ સ્થળાંતર કરનારાઓ 127,800 હતા, જે એક રેકોર્ડ પણ છે. પરંતુ એવું લાગે છે કે ઇન્ટરનેશનલ એરાઇવલ પણ ટોચના સ્થાને જોવા મળ્યું છે..

સ્ટેટ્સ NZએ જણાવ્યું હતું કે કામચલાઉ ડેટા અનુસાર, ડિસેમ્બર 2023માં પૂરા થયેલા વર્ષમાં આગમન 244,800ની ટોચે પહોંચ્યું હતું અને માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે, આગમનની સંખ્યા 239,000 હતી.

નેટ માઇગ્રેશન મુદ્દે ન્યૂઝીલેન્ડના નાગરિકોની અગાઉનો રેકોર્ડ ફેબ્રુઆરી 2012ના વર્ષમાં નોંધાયો હતો. સ્ટેટ્સ NZએ જણાવ્યું હતું કે વર્ષમાં 111,100 નો પ્રોવિઝનલ નેટ માઈગ્રેશન ગેઈન 163,600 નોન-ન્યૂઝીલેન્ડ ના નાગરિકોનો ચોખ્ખો ફાયદો ધરાવે છે જે 52,500 કિવી નાગરિકોના ચોખ્ખા સ્થળાંતર નુકસાનને સરભર કરે છે.

માર્ચ 2024 વર્ષમાં માઇગ્રન્ટ્સ એરાઇવલ માટે, ભારતના નાગરિકો સૌથી વધુ આગમન નોંધાયું હતું. જ્યાં 49,800 ભારતીય ન્યુઝીલેન્ડ પહોંચ્યા હતા. જ્યારે લગભગ 31,900 ફિલિપાઈન્સના નાગરિકો આવ્યા હતા. તો 26,800 એરાઇવલ ચીનના નાગરિકોનું હતું. તો આ તરફ 25,800 ન્યુઝીલેન્ડના નાગરિકો દેશમાં પરત પણ ફર્યા હતા.

નાગરિકતાની દૃષ્ટિએ ફિજી, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યુકેના નાગરિકો હતા જેઓ ન્યુઝીલેન્ડમાં આવ્યા છે. એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે કિવિ નાગરિકોમાંથી ઘણા લોકો કદાચ કૌશલ્ય, વેપાર અને કમાણીની સંભાવનાને શોધવા માટે દેશ છોડીને ગયા હોઇ શકે છે.