‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે! ટ્રેલર, જે IPL મેચ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર વચ્ચેની ખૂબ જ મધુર મિત્રતા અને સંઘર્ષની કહાની દર્શાવવામાં આવી છે, આ ફિલ્મ ચોક્કસપણે દર્શકોના દિલ જીતી લેશે.

તાજેતરમાં જ ‘શ્રીકાંત’માં શાનદાર પરફોર્મન્સ આપનાર રાજકુમારે પોતાની અને જાહ્નવીની કેમેસ્ટ્રીથી દર્શકોને દિવાના બનાવી દીધા છે. નિર્માતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ફિલ્મનું વર્ણન કરતા કહ્યું કે, “#MrAndMrsMahi એકસાથે દોડીને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે અને સાથે મળીને તેમના સપનાઓ સાકાર કરવા માટે તૈયાર છે!

જ્હાન્વી કપૂર અને રાજકુમાર રાવની ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મ જોવા દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે. મિસ્ટર અને મિસિસ માહી બંને તેમના સપનાઓ પૂર્ણ કરવા અને ફરજો નિભાવવા સતત સંઘર્ષ કરતા બતાવાયા છે.
શ્રી માહી તેની પત્નીને ક્રિકેટર બનાવવા માટે પોતાના પરિવાર સામે બળવો કરે છે.
રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની આગામી સ્પોર્ટ્સ ડ્રામા ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે. નિર્માતાઓએ આ ફિલ્મના ટ્રેલરનો ફર્સ્ટ લૂક સ્ટાર સ્પોર્ટ્સ પર રિલીઝ કર્યો અને પછી સંપૂર્ણ ટ્રેલર YouTube પર શેર કર્યું. જે ટ્રેલરમાં જોઈ શકાય છે. શ્રી અને શ્રીમતી માહી એકબીજા સાથે ક્રિકેટ પ્રત્યેના પ્રેમને શેર કરે છે.

મહેન્દ્ર સિંહ ધોની તરીકે રાજકુમાર રાવ અને મિસિસ મહિમા તરીકે જ્હાન્વી કપૂરે દર્શકોના દિલ જીતી લીધા છે.

‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં તેની ક્રિકેટરની ભૂમિકા માટે, જ્હાન્વીએ ખાસ ક્રિકેટ શીખવા માટે 6 મહિના સુધી સખત તાલીમ લીધી હતી.

આ ફિલ્મ 31 મે, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.