મંદિરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા તોડફોડ કર્યો, BAPS દ્વારા શાંતિની અપીલ કરાઇ
12 જાન્યુઆરીની સવાર હિંદુ સમુદાય માટે આઘાતજનક બની હતી કારણ કે તેઓ મેલબોર્નના ઉત્તરીય ઉપનગર મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર બિહામણા દ્રશ્યો જોઈને ચોંકી ગયા હતા. ખાલિસ્તાન સમર્થકોએ 20 હજારથી વધુ હિંદુઓ અને શીખોને ‘શહીદ’ તરીકે મારવા માટે જવાબદાર આતંકવાદી ભિંડરાવાલાની પ્રશંસા પણ લખી છે.
મંદિરની દિવાલો પર “હિન્દુ-સ્તાન મુર્દાબાદ” ની ગ્રાફિટી બનાવી
શ્રી પટેલ (જેઓ પરિણામના ડરથી પોતાનું પ્રથમ નામ જણાવવા માંગતા નથી)એ જણાવ્યું હતું કે, હું રોજ સવારે કામ પર જતાં પહેલાં મંદિરની મુલાકાત લઉં છું અને આજે સવારે આ જોઈને દુઃખ થયું છે. BAPS સ્વામિનારાયણ મંદિર એ એક નિવેદન આપે છે, “અમે તોડફોડ અને નફરતના આ કૃત્યોથી ખૂબ જ દુઃખી અને આઘાત અનુભવીએ છીએ.”
BAPSએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે શાંતિ અને સંવાદિતા માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને યોગ્ય સમયે સંપૂર્ણ નિવેદન આપીશું,” અમે ચોક્કસપણે આ મામલો વિક્ટોરિયાના બહુસાંસ્કૃતિક કમિશન અને વિક્ટોરિયાના બહુસાંસ્કૃતિક પ્રધાન સાથે ઉઠાવીશું કારણ કે હિંદુઓને જાનથી મારી નાખવાની ધમકી એ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે સમુદાય આ ખાલિસ્તાન સમર્થકોથી ભયમાં છે.
ઉત્તરી મેટ્રોપોલિટન રિજનના લિબરલ સાંસદ ઇવાન મુલ્હોલેન્ડે એ જણાવ્યું હતું કે, “આ તોડફોડ વિક્ટોરિયાના શાંતિપ્રિય હિન્દુ સમુદાય માટે ખાસ કરીને આ પવિત્ર સમયે ખૂબ જ દુઃખદાયક છે.”
સમગ્ર વિક્ટોરિયામાં હિન્દુ સમુદાયના નેતાઓ BAPS સ્વામિનારાયણ મંદિર સમુદાય સાથે ઉભા છે અને મંદિર પરના હુમલાની નિંદા કરી રહ્યા છે. ખાલિસ્તાની ગુંડાઓએ BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવાના તેમના ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો રેકોર્ડ કર્યો હતો અને હવે તેઓ તેને તેમનું બહાદુર કાર્ય હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.
નમસ્કાર ગુજરાતની સંપાદકીય ટીમે તે વિડિયોને અહીં ન મૂકવાનો નિર્ણય લીધો છે.
દરમિયાન, BAPS સ્વામિનારાયણ સંસ્થા ઓસ્ટ્રેલિયાએ શાંતિ માટે અપીલ કરતા એક નિવેદનમાં ઉમેર્યું છે કે સમગ્ર સમુદાય “અસામાજિક તત્વો દ્વારા મીલ પાર્ક, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના ગેટ પર ભારત વિરોધી ગ્રાફિટીથી ખૂબ જ દુઃખી છે. “