આરોપીઓને અકસ્માત સ્થળે લઇ જઇને પોલીસે દંડાવાળી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર તથ્ય પટેલ દ્વારા જે અકસ્માત થયો તેમાં નવ લોકોના મોત થયા હતા. તો આ તરફ તેના પડઘા હજુ શાંત પણ પડ્યા ન હતા ત્યાં અમદાવાદના મણીનગરમાં પણ આવો જ અકસ્માત દારૂ પીઘેલા નબીરા દ્વારા કરવામાં આવ્યો હતો. મણીનગર પોલીસ દ્વારા આરોપી અને દારુ વેચનારા એમ બંનેની આજે અકસ્માત થશે જ ધોલાઇ કરવામાં આવી હતી. પોલીસનો કેદાર દવે અને તેના મિત્રોને માર મારતો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક પોલીસકર્મી નબીરાને પકડી રાખે છે, જ્યારે અન્ય એક પોલીસકર્મી તેના પર ડંડાવાળી કરે છે. પોલીસના આ વર્તનની પ્રશંસા પણ થઇ રહી છે તો ક્યાંક ટીકા પણ કરવામાં આવી રહી છે.

મણીનગરના પ્રભુ એપાર્ટમેન્ટ સામે 23 જુલાઈની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી અને બાંકડા સાથે અથડાઈ હતી. જોકે, આ બાંકડા પર બેસેલા ત્રણ વ્યક્તિઓએ સમયસૂચકતા વાપરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને પહોંચી ઈજા પહોંચી હતી અને તે નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.

કાર ચાલક સહિત 4 નબીરાઓને સ્થાનિકોએ દબોચીને પોલીસને સોંપ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. પોલીસની તપાસમાં કારમાં સવાર કેદાર દવે, રૂત્વિક માંડલિયા, પ્રિત સોની અને સ્વરાજ યાદવ ચારેય આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં હતા. આ તમામે ઈસનપુર વિસ્તારમાં રહેતા અને દારૂની પરમીટ ધરાવતા જયશીલ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી દારૂ લીધો હોવાનું સામે આવ્યું હતું.