છેલ્લા 18 બોલમાં 55 રનની જરૂર હતી, પછી આવ્યું રિંકુ અને નરેનનું તોફાન, છેલ્લી ઓવરમાં 21 રનની હતી જરૂર
ગુજરાત ટાઇટન્સ બાદ હવે લખનૌ સુપર જાયન્ટસે પણ પ્લે ઓફમા એન્ટ્રી કરી દીધી છે. લખનૌએ 20 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 210 રન બનાવ્યા હતા. જો કે કોલકાતાએ પણ અંત સુધી મેચને એકતરફી દેખાડી રાખી હતી પરંતુ છેલ્લા બે બોલમાં બે વિકેટ ગુમાવી દેતાં મેચ પણ તેના હાથમાંથી નીકળી ગઈ હતી. તેમજ આ જીત સાથે, લખનૌ સુપર જાયન્ટ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ડી કોકને તેની શાનદાર બેટિંગ માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
રોમાંચક મેચમાં KKRને એક સમયે 3 ઓવરમાં 55 રન બનાવવાના હતા. જે બાદ રિંકુ સિંહ અને સુનીલે નરેન કરતા વધુ ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું. છેલ્લી ઓવરમાં KKRને જીતવા માટે 21 રનની જરૂર હતી. આ ઓવરમાં રિંકુ સિંહે પહેલા 4 બોલમાં 18 રન બનાવ્યા હતા. જોકે, 5માં બોલ પર મોટો શોટ બનાવવાની પ્રક્રિયામાં તે લુઈસના હાથે કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ ઉમેશ યાદવ પણ છેલ્લા બોલ પર આઉટ થયો હતો અને KKRને 2 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.