26 વર્ષીય કિવી-ભારતીય મોટરબાઈકના શોખીનનું 28 ફેબ્રુઆરીના રોજ મૃત્યુ થયું હતું કારણ કે તેણે હેમિલ્ટન જતી વખતે બાઇક ચલાવતી વખતે ટેન્કરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઝડપની મજા ક્યારેય મોતમાં પરિણમતી હોય છે અને આવી જ એક ઘટનમાં આશાસ્પદ કિવી ઇન્ડિયન યુવાને હેમિલ્ટન નજીક જીવ ગુમાવ્યો છે. હેમિલ્ટન જતી વખતે ટેન્કરને ઓવરટેક કરવા જતા બાઇક પર સવાર 26 વર્ષીય અનંત વિક્રાંત શ્રીધરનનો કાર સાથે અકસ્માત થયો હતો. તેના મિત્રો કાર દ્વારા તેની પાછળ જ હતા. જેથી તેને અકસ્માત બાદ ઘટનાસ્થળે જ સીપીઆર સહિત પ્રાથમિક સારવાર આપવાની કોશિશ કરવામાં આવી હતી. જોકે વાઇકાટો હોસ્પિટલ પહોંચતા પહેલા જ અનંતનું મૃત્યુ થયું હતું.

અનંત વિક્રાંત શ્રીધરન લગભગ ચાર વર્ષ પહેલા જ ન્યુઝીલેન્ડ આવ્યા હતા. તેના મિત્રો અને પરિચિતો હવે યુવાન માઇક્રોબાયોલોજિસ્ટને ચેન્નાઈમાં પરત મોકલવા માટે ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં તેના માતાપિતા રહે છે. એસ્યોર ક્વોલિટી ખાતે માઇક્રોબાયોલોજી ટેકનિશિયન તરીકે કામ કરતા અનંત દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બેલ્લારીના વતની હતા. જોકે તેના માતા-પિતા ચેન્નઇમાં રહેતા હતા.

તામિલ સોસાયટી વાઇકાટો દ્વારા હાલ અનંતના પાર્થિવ દેહને ચેન્નઇ મોકલવાની તજવીજ હાથ ધરવાની કવાયત કરવામાં આવી રહી છે. જ્યારે ડોનેશન પોર્ટલનો ઉદ્દેશ $15,000 એકત્રિત કરવાનો હતો, ત્યારે 1 માર્ચ સુધીમાં કુલ કલેક્શન $21704 હતું, જેમાં છેલ્લા 14 કલાકમાં 374 દાતાઓએ યોગદાન આપ્યું હતું. અનંતના માતા-પિતાને અંતિમ સંસ્કાર કરવામાં મદદ કરવા માટે કોઈપણ વધારાનું ભંડોળ એકત્ર કરવામાં આવશે. દાન આપવા માટે અહીં ક્લિક કરો અથવા tamilsocietywaikato.org.nz ની મુલાકાત લો.