દેશના ઝારખંડમાં જોરદાર રાજકીય હલચલ જોવા મળી રહી છે.
હેમંત સોરેને બુધવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું અને તેના થોડા સમય બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (ED)એ તેમની ધરપકડ કરી હતી. EDએ સીએમ ઓફિસમાં જ તેમની પૂછપરછ શરૂ કરી હતી.


હવે ચંપાઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા

બીજી તરફ કેબિનેટ મંત્રી ચંપઈ સોરેન સીએમ બન્યાં હતા,ચંપઈ સોરેનની ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. રાજ્યમાં ટાઈગર તરીકે જાણીતા અને શિબુ સોરેનના ડાબા હાથ ચંપઈ સોરેન રાજ્યના નવા સીએમ બન્યાં છે. ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યાં હતા. 

ચંપઈ સોરેન  ઝારખંડ મુક્તિ મોરચના સિનિયર નેતા અને ધારાસભ્ય છે અને તેઓ કોલ્હાન વિસ્તારમાં ટાઈગર તરીકે જાણીતા છે. 

હેમંત સોરેન રાત્રે લગભગ 8.30 વાગ્યે ED કસ્ટડીમાં રાજભવન પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું હતું.

રાજીનામું આપ્યા પછી તરત જ, EDની ટીમ સોરેનને તેમની ઓફિસ લઈ ગઈ, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી. આજે ગુરુવારે 1 ફેબ્રુઆરી એ. તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ED કસ્ટડીની માંગણી કરશે. ધરપકડના થોડા સમય પહેલા જ ઝારખંડના મુખ્ય સચિવ અને ડીજીપી સીએમ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
રાંચીમાં પોલીસને એલર્ટ પર રાખવામાં આવી છે.
ED ઓફિસ, રાજભવન અને મુખ્યમંત્રી કાર્યાલયની નજીક કલમ 144 લાગુ કરવામાં આવી છે.