વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્મા પર લગાવ્યા ગંભીર આરોપ, લોકોએ કહ્યું- બાય કોટ કરો શો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ભારતીય ટેલિવિઝન ઇતિહાસનો બહુચર્ચિત ધ કપિલ શર્મા શો ફરીથી વિવાદમાં આવ્યો છે. બોલિવૂડના ડાયરેક્ટર અને હંમેશા ચર્ચિત બોલિવૂડ કથા ઉપર ફિલ્મ બનાવનાર vivek ranjan agnihotri ની આગામી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલના પ્રમોશનને લઇ કપિલ શર્મા ફરીથી વિવાદોમાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રીએ ખુલાસો કર્યો કે કપિલ શર્મા શોની ટીમને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સની ટીમે અપ્રોચ કર્યા હતા પરંતુ તેમણે એમને ઇન્કાર કરી દીધો. ત્યાર પછી વિવેક અગ્નિહોત્રીએ પોતાનો ગુસ્સો એક ટ્વીટ દ્વારા વ્યકત કર્યો.

શું છે કારણ અને કેમ કપિલે પ્રમોટ કરવાની ના પાડી?
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કપિલ પર આરોપ લગાવ્યો છે કે તેણે તેના શોમાં તેની આગામી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું પ્રમોશન કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેને લાગે છે કે ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી. બોલિવૂડમાં નોન-સ્ટાર દિગ્દર્શકો, લેખકો કે સારા કલાકારોનો પ્રશ્ન જ નથી.

બોયકોટ કપિલ શર્મા શો ટ્રેન્ડ થવા લાગ્યું!
વિવેક અગ્નિહોત્રીના દાવા પર એક યૂઝરે લખ્યું હતું ‘કપિલ શર્માએ બોલિવુડનો સર્કસ માસ્ટર છે. તે રાષ્ટ્રીય મુદ્દા અંગે ગંભીર નથી. પૈસા કમાવવા માટે તે અપશબ્દો અને ગરીબ લોકોની મજાક ઉડાવતો રહે છે. કોઈ પણ સમાજ તેના દંભને સ્વીકારી શકે નહીં. તે નરસંહારની પીડાને સમજી શકશે નહીં’. એક યૂઝરે લખ્યું હતું ‘કપિલ શર્મા શોનો બહિષ્કાર કરો…મેં તો પહેલા પણ કહ્યું હતું…આ શો કંઈ પણને લાયક નથી’. આ સિવાય સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા કપિલ શર્મા પર રોષ વ્યક્ત કરતી અન્ય કેટલીક ટ્વીટ પણ કરવામાં આવી છે.