1.5 લાખ વૃક્ષો સાથે બની રહેલું વિશ્વઉમિયાધામ ઉપવન ભારતને વિશ્વસ્તરે કાર્બન ક્રેડિટ અપાવશે

અમેરિકા-બ્રિટન જે કાર્બન ક્રેડિટ માટે મથે છે તે વિશ્વઉમિયાધામના ઉપવનના 1.5 લાખ વૃક્ષો આપશે

વિકાસની સુપરફાસ્ટ ગતીમાં ચાલી રહેલા ગુજરાતનું આર્થિક પાટનગર એટલે આપણું અમદાવાદ. આ અમદાવાદ જેટલી ઝડપથી વિકસી રહ્યું છે તેટલી જ ઝડપથી હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. જેને લઈ ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. સૌથી મોટો પ્રશ્નાર્થ તો એ છે કે ઉદ્યોગો અને શહેરની આ દુષિત હવામાંથી ઉત્પન્ન થતા કાર્બનનું શું થતું હશે. આ પ્રશ્નના જવાબ રૂપે વિશ્વભરના પાટીદારોની આસ્થાનું કેન્દ્રસમા વિશ્વઉમિયાધામ જાસપુર ખાતે 1.5 લાખ વૃક્ષો સાથે વિશ્વઉમિયાધામ ઉપવન બનવા જઈ રહ્યું છે. આ 1.5 લાખ વૃક્ષોથી અમદાવાદની પ્રદુષિત હવામાંથી ઉત્સર્જિત થતો કાર્બન શોષિત થશે એટલે હવાનું પ્રદુષણ અટકશે.

31 જુલાઈના રોજ 75 હજાર વૃક્ષારોપ સાથે 75 હજાર તિરંગાઓનું પણ વિતરણ થશે
વૈશ્વિક સ્તરે અમેરિકા- બ્રિટન જેવા વિકસીત દેશો પણ ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા હવામાં કાર્બનનું પ્રમાણ ઘટાડવા મથે છે. ત્યારે વિશ્વઉમિયાધમનું આ ઉપવન વિશ્વને કાર્બન ક્રેડિટ આપશે. આ સાથે ભારત વર્ષ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એક સામાજિક સંસ્થા તરીકે વિશ્વઉમિયાધામ જાસપુરે સંકલ્પ લીધો છે કે 31 જુલાઈના રોજ 75 હજાર વૃક્ષારોપ સાથે 75 હજાર તિરંગાઓનું પણ વિતરણ થશે. જે ગુજરાત ભરમાં વસતાં પાટીદાર સમાજના પરિવારને ઘર પણ લહેરાવાશે. 31 જુલાઈ 2022ને રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિશ્વઉમિયાધામ ઉપવન અભિયાનની શરૂઆત કરાવશે. મુખ્યમંત્રીશ્રી ખુદ એક વૃક્ષ વાવી 1.5 લાખ વૃક્ષોના વાવેતરનો સંકલ્પ લેવડાવશે. જે સંદર્ભે આ વર્ષે 75 હજાર અને આવતાં વર્ષે અન્ય 75 હજાર વૃક્ષનું વાવેતર થશે.

આઝાદીના અમૃત મહોત્સવની જવાબદારી સામાજિક સંસ્થાઓની પણઃ આર.પી.પટેલ
આ સંદર્ભે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખશ્રી આર.પી. પટેલ સાહેબ જણાવે છે કે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ સામાજિક સંસ્થાઓની પણ છે. જેના ભાગરૂપે વિશ્વઉમિયાધામ પર્યાવરણ પ્રત્યે જાગૃત બની 1.5 લાખ વૃક્ષો ઉછેરશે અને 75 હજાર તિંરગાનું વિતરણ કરશે.