NDA જગદીપ ધનખડને મળ્યા 528 મત, કોંગ્રેસના ઉમેદવાર માર્ગારેટ અલ્વાને 182 મત મળ્યા, મમતાના 2 સાંસદે ક્રોસ વોટિંગ કર્યું અને 34 સાંસદ મતદાનથી દૂર રહ્યા

જગદીપ ધનખડ, માર્ગારેટ અલ્વા, ઉપરાષ્ટ્રપતિ, Jagdeep Dhakhad, Margaret alva, vice President Election,
ચૂંટણીમાં 92.94 ટકા થયું હતું મતદાન, 15 વોટ અમાન્ય ઠર્યા, ચૂંટણીમાં 92.94 ટકા થયું હતું મતદાન, 15 વોટ અમાન્ય ઠર્યા

નમસ્કાર ગુજરાત ન્યુઝ.
એનડીએના ઉમેદવાર અને બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ ભારતના આગામી ઉમેદવાર બનશે. તેમણે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હાર આપી હતી. શનિવારે સાંજે 5 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન પૂર્ણ થયું હતું. હાલમાં, સંસદના બંને ગૃહો સહિત 780 સભ્યો (રાજ્યસભામાં 8 બેઠકો ખાલી છે)માંથી માત્ર 725 (92.94%) સભ્યોએ જ મતદાન કર્યું. મતગણતરીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખરને 528 વોટ મળ્યા, જ્યારે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા. 15 મત રદ થયા હતા. ધનખર 11 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.

મમતાના સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું
મમતાએ તેના 36 સાંસદોને મતદાનથી દૂર રહેવા કહ્યું હતું, પરંતુ ટીએમસીના સાંસદ શિશિર અધિકારી અને દિવ્યેન્દુ અધિકારીએ મમતાના નિર્ણયની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આંકડાઓ અનુસાર એનડીએના ઉમેદવાર ધનખરની જીત માટે ભાજપના વોટ પૂરતા છે. બંને ગૃહોમાં ભાજપના 394 સાંસદો છે, જે બહુમતીના આંકડા કરતા વધારે છે. સપા અને શિવસેનાના 2, જ્યારે બસપાના એક સાંસદે મતદાન કર્યું ન હતું. તે જ રીતે, ભાજપના સાંસદ સની દેઓલ અને સંજય ધોત્રેએ મતદાન કર્યું ન હતું.

780 ઈલેક્ટોરલ કોલેજ, 741 સાંસદોએ ભાગ લીધો
હાલમાં લોકસભામાં 543 સાંસદો છે, જ્યારે રાજ્યસભામાં 245માંથી 8 બેઠકો ખાલી છે. એટલે કે ઈલેક્ટોરલ કોલેજમાં 788ને બદલે 780 સાંસદ હતા. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. TMC પાસે રાજ્યસભા અને લોકસભાના સાંસદો સહિત 36 સાંસદો છે. એનડીએની વાત કરીએ તો 441 સાંસદો છે, 5 નામાંકિત સાંસદોને પણ સમર્થન મળ્યું છે. આમ ધનખરની તરફેણમાં 446 વોટ પહેલાથી જ હતા. એનડીએ સાંસદો ઉપરાંત, ધનખરને બીજેડી, વાયએસઆરસી, બીએસપી, ટીડીપી, અકાલી દળ અને શિંદે જૂથનું પણ સમર્થન મળ્યું હતું. તેમની પાસે 81 સાંસદ છે.

માર્ગારેટ અલ્વાને આ પક્ષોનો ટેકો
યુપીએના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને કોંગ્રેસ, ડીએમકે, આરજેડી, એનસીપી અને સમાજવાદી પાર્ટીના વોટ મળ્યા છે. આ પક્ષોના મતોની સંખ્યા 139 હતી. તેમના સિવાય ઝારખંડ મુક્તિ મોરચા, TRS અને આમ આદમી પાર્ટીએ પણ અલ્વાને મત આપવાનો નિર્ણય કર્યો હતો. ત્રણેય પાસે 29 સાંસદ છે. શિવસેનાના ઉદ્ધવ જૂથના નવ સાંસદો અલ્વા સાથે હતા.