મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આગામી તા.24 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટક્કર થવાની છે અને
હાલ, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહી છે, પરંતુ હજુ સુધી જસપ્રિત બુમરાહ સહિત ઘણા ખેલાડીઓ કેમ્પમાં જોવા મળતા ન હોય અટકળો વહેતી થઈ છે કે શું મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બધું બરાબર તો છેને?
સોશિયલ મીડિયા પર ઘણા ચાહકોનું માનવું છે કે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા પછી ઘણા ખેલાડીઓ ખુશ નથી, તેથી મુંબઈ ઈન્ડિયન્સમાં બધું બરાબર નથી.
તાજેતરમાં જ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમી હતી. જસપ્રીત બુમરાહ તે ભારતીય ટીમનો ભાગ હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ 21 માર્ચે સીધો અમદાવાદ પહોંચશે, જ્યાં તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાશે. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 12 માર્ચથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહી છે.
જસપ્રીત બુમરાહના ન આવવા અંગે સતત અટકળો ચાલી રહી હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને કારણે તે મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પનો ભાગ બની શક્યો નથી.
તમને જણાવી દઈએ કે આ સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કેપ્ટન બનશે.
તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સ તરફથી ટ્રેડ કર્યો હતો.
આ પછી તેને પોતાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. હકીકતમાં, રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે રેકોર્ડ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. પરંતુ તેની જગ્યાએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ પર અનેક સવાલો ઉભા થયા હતા ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયથી ઘણા સિનિયર ખેલાડીઓ ખુશ નથી.