IPL 2024ની આજે પાંચમી મેચ અને છેલ્લી સિઝનની રનર-અપ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે.
જેમાં સૌની નજર બંને ટીમોના નવા કેપ્ટનના નેતૃત્વ ઉપર છે.
યુવા ખેલાડી શુભમન ગિલે ગુજરાતની ટીમ અને હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેપ્ટનશિપ સંભાળી છે, જે જોવા ક્રિકેટ રસિયાઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
અમદાવાદમાં મુંબઈ અને ગુજરાત વચ્ચેની આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના હોનહાર બેટ્સમેન રોહિત શર્મા, ઈશાન કિશન અને કેપ્ટન હાર્દિક પંડ્યા તેમજ ગુજરાત ટાઈટન્સમાંથી શુભમન ગિલ અને રાશીદ ખાન કેવી જમાવટ કરે છે તેની ઉપર સૌની નજર છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં આ સ્ટેડિયમ ઉપર 27 મેચ રમાઈ ચુકી છે, જેમાં બેટીગ પસંદ કરી પ્રથમ દાવ લેનાર ટીમે 13 વખત જીત મેળવી છે, જ્યારે જેતે અપાયેલા ટાર્ગેટ સામે ટીમેં 14 મેચ જીતી છે.
અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 170 થી 180 રનની વચ્ચે રહ્યો છે.
ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે, જેમાંથી તેણે 6માં જીત મેળવી છે, જ્યારે 4માં તેને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
મહત્વનું છે કે ગુજરાત ટાઇટન્સે આઈપીએલની બે ટુર્નામેન્ટમાંથી લગભગ બે ચેમ્પિયનશીપ બનાવી છે ત્યારે 2024માં તેમની મજબૂત ટીમ ફરી એકવાર ખૂબ જ સ્પર્ધાત્મક હશે. તેઓ આ સિઝનની શરૂઆત શૂન્ય પોઈન્ટ સાથે કરશે જે સરળ નહીં હોય.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ગત સિઝનમાં તેમની અંતિમ સાત ગ્રૂપ સ્ટેજની રમતોમાંથી માત્ર બે માં પરાજિત થઈ હતી આ સિઝનમાં પણ ટેબલના ટોચના છેડે પડકારજનક અને નોકઆઉટ તબક્કામાં રહેવાની તજજ્ઞો અપેક્ષા રાખી રહ્યા છે.
તેઓ ચોક્કસપણે તેમની ટીમમાં ગુણવત્તા અને ઊંડાણ ધરાવે છે જેથી તેઓ વિજયી શરૂઆત કરી શકે તેમ હોવાનું કહેવાય છે ત્યારે બન્ને વચ્ચેની ટક્કર રસપ્રદ બની રહેશે.