અમેરિકાએ હવે H-1B વિઝા રિન્યુઅલ કરવા પાયલટ પ્રોગ્રામ શરૂ કરતા હજારો ટેકનોલોજી પ્રોફેશનલ સાથે સંકળાયેલા ભારતીયોને લાભ થવાની આશા જાગી છે.
મહત્વનું છે કે જૂન 2023માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યાત્રા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે H-1B વિઝા બિન-પ્રવાસી વિઝા છે,જે અમેરિકન કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓ વિશેષ બિઝનેસમાં નિયુક્ત કરવાની મંજૂરી આપે છે.
થિયોરેટિકલ અને ટેકનિકલ નિષ્ણાંત કર્મચારી માટે ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશમાંથી હજારો કર્મચારીઓને નિયુક્ત કરે છે.
આપને જણાવી દઈએ કે તા.29 જાન્યુઆરીથી વિઝા રિન્યુઅલ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે જે 1એપ્રિલ સુધી ચાલશે,જેમાં આ સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે.
હવે આ પગલાથી H-1B વિઝાધારક સરળતાથી વિઝા રિન્યુઅલ કરાવી શકશે.
વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ 29 જાન્યુઆરીથી 1 એપ્રિલ સુધી અરજી સ્વીકાર કરવામાં આવશે.
હવે છેલ્લા બે દાયકામાં પ્રથમવાર સીમિત સંખ્યામાં H-1B વિઝા બિનપ્રવાસી વિઝાધારક અમેરિકામાં જ વિઝા રિન્યૂ કરાવી શકશે.