કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભારતીય સમુદાયના કેટલાક સભ્યોને જબરદસ્તીથી ખંડણી વસૂલી’ના કોલ આવ્યા હોવાના અહેવાલો બાદ
ભારત સરકારે ફોન કોલ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયે ગુરુવારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની નિયમિત મીડિયા બ્રીફિંગમાં પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું કે ખાસ કરીને ભારતીય નાગરિકો પાસે જે રીતે ખંડણી વસૂલવાનો કોલ આવવો એ ગંભીર ચિંતાનો વિષય છે.
જયસ્વાલે કહ્યું, “અમારી પાસે ભારત અને કેનેડા વચ્ચે ચર્ચા કરવા માટે ઘણા મુદ્દા છે આ પૈકીએક મુદ્દો મંદિરનો પણ છે કે જ્યાં હુમલો થયો હતો,આ ઘટનામાં કેનેડાની પોલીસે મંદિર પરિસરની તપાસ કરી અને જે વ્યક્તિએ મંદિરમાં ઘૂસણખોરી કરી હતી તે વ્યક્તિ અંગે પોલીસે એવું નિવેદન બહાર પાડ્યું કે તે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હતો. તેથી આવા મુદ્દાઓ બનતા રહે છે, આમ કેનેડામાં આ મામલા ગંભીર બની રહયા છે, જેની ભારતીય વિદેશ મંત્રાલયને ચિંતા છે.
જયસ્વાલને કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં રહેતા ભારતીય-કેનેડિયન સમુદાયમાં છેલ્લા બે મહિનામાં ખંડણી અને ધમકીભર્યા કોલ મળવા અંગે વધતી ચિંતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ આ મુજબ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,વર્ષે કેનેડાના જે પ્રાંતમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઇ હતી ત્યાં હવે ભારતીયોની હેરાનગતિ કરવામાં આવી રહી છે. ખુદ ભારત સરકારે આ મામલે ધ્યાન આપ્યું હતું. અહીં ભારતીયો પાસેથી બળજબરીપૂર્વક ખંડણી વસૂલીના કિસ્સા સામે આવી રહ્યા છે. અહીં તેમને ફોન કરીને આવી ખંડણી વસૂલવા ધમકાવાઈ રહ્યા છે.