BCCIએ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.

હાલ, આ શ્રેણી પ્રથમ 2 મેચ બાદ આ સિરીઝ 1-1ની બરાબરી પર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની આ ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી
રાજકોટમાં રમાશે.

17 સભ્યોની ટીમની પસંદગીની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે ઉપલબ્ધ નથી.
બીસીસીઆઈએ જણાવ્યું કે વિરાટ વ્યક્તિગત કારણોસર બાકીની મેચો માટે ભાગ નહિ લઈ શકે,BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ
આદર અને સમર્થન કરે છે.

રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ફરી ટીમમાં પરત ફર્યા છે, પરંતુ તેમની ભાગીદારી મેડિકલ ટીમની ફિટનેસની
મંજૂરી બાદ શક્ય બનશે એટલે કે જાડેજા અને રાહુલ ભલે ટીમમાં પરત ફર્યા પરંતુ તે રમશે તે નિશ્ચિત નથી.

મહત્વનું છે કે જાડેજા અને રાહુલ ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયા હતા.
બીજી તરફ શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે રનિંગ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ આ મુજબ છે.

રોહિતશર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી
જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.