most cost-effective Passport દૃષ્ટિએ UAEનો પાસપોર્ટ બનાવવાનો ખર્ચ માત્ર 1474, દક્ષિણ આફ્રિકા અને કેન્યાના પાસપોર્ટ અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે
ભારતીય પાસપોર્ટ (Indian Passport) વિશ્વનો બીજો સૌથી સસ્તો પાસપોર્ટ છે તેમ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. પરિણામોમાં જણાવવામાં આવ્યું છે કે ભારતનો પાસપોર્ટ એ બીજા નંબરનો સૌથી સસ્તો પાસપોર્ટ છે અને માન્યતાની વાર્ષિક કિંમતના સંદર્ભમાં વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ પણ છે. અભ્યાસમાં UAE પાસપોર્ટ ટોપ પર રહ્યો છે.
મોંઘા પાસપોર્ટની દૃષ્ટિએ ઓસ્ટ્રેલિયા સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે
ઓસ્ટ્રેલિયન ફર્મ કમ્પેયર ધ માર્કેટ એયુએ તેના અભ્યાસમાં વિવિધ દેશોના પાસપોર્ટની કિંમતની સરખામણી કરી છે. અભ્યાસમાં દર વર્ષે પાસપોર્ટની માન્યતાના ખર્ચની પણ સરખામણી કરવામાં આવી હતી. આમાં એક દેશના પાસપોર્ટનો ઉપયોગ કરીને કેટલા દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળી શકે છે તેની સરખામણી પણ સામેલ છે.
ઑસ્ટ્રેલિયન ફર્મ દ્વારા જારી કરાયેલા પ્રેસ સ્ટેટમેન્ટ મુજબ, 10 વર્ષની વેલિડિટી માટે ભારતીય પાસપોર્ટની કિંમત $18.07 (રૂ. 1,505) છે, જ્યારે UAE 5-વર્ષના પાસપોર્ટ માટે $17.70 (રૂ. 1,474) ચાર્જ કરે છે.
ભારતીય પાસપોર્ટ સસ્તો છે પણ…
ભારતીય પાસપોર્ટ સસ્તો છે પરંતુ તે માત્ર મર્યાદિત દેશોને જ વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. ભારતીય પાસપોર્ટ ધારકો માત્ર 62 દેશોમાં વિઝા વિના પ્રવેશ કરી શકે છે. આ ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા જેવા દેશોથી વિપરીત છે, જેમની પાસે ખર્ચાળ પાસપોર્ટ છે પરંતુ વધુ દેશોમાં વિઝા-મુક્ત પ્રવેશ ઓફર કરે છે. અભ્યાસમાં, UAE પાસપોર્ટ દરેક પાસામાં ટોચ પર રહ્યો હતો, પછી તે વિશ્વનો સૌથી સસ્તો પાસપોર્ટ હોય કે વિઝા ફ્રી એક્સેસની દૃષ્ટિએ.
વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ ભારતીય પાસપોર્ટ ‘સૌથી સસ્તો’
અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે વાર્ષિક ખર્ચના હિસાબે ભારતીય પાસપોર્ટ સૌથી સસ્તો છે. ભારતીય પાસપોર્ટની એક વર્ષની વેલિડિટી માટે માત્ર 1.81 ડોલર (150 રૂપિયા) ચૂકવવા પડશે. આ પછી, દર વર્ષે ખર્ચની દ્રષ્ટિએ સૌથી સસ્તો પાસપોર્ટ દક્ષિણ આફ્રિકા ($3.05, રૂ. 254) અને કેન્યા ($3.09, રૂ. 257)ના હતા.
શું યુનાઇટેડ સ્ટેટ્સનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો છે?
ના, યુનાઇટેડ સ્ટેટ્સનો પાસપોર્ટ વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ નથી. અભ્યાસ અનુસાર, મેક્સિકોનો વિશ્વનો સૌથી મોંઘો પાસપોર્ટ છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો નંબર આવે છે. અભ્યાસ મુજબ, મેક્સીકન પાસપોર્ટની કિંમત 10 વર્ષ માટે $231.05 છે, જ્યારે ઓસ્ટ્રેલિયન પાસપોર્ટની કિંમત $225.78 છે.