ન્યુઝીલેન્ડના વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી મંત્રી ડૉ. શેન રેટીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરની આ વૈશ્વિક સમિટ આપ્યું નિવેદન, ન્યુઝીલેન્ડ AI ક્ષેત્રે ભારત સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ આતુર
ન્યુઝીલેન્ડના વિજ્ઞાન, નવીનતા અને ટેકનોલોજી મંત્રી ડૉ. શેન રેટીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરની આ વૈશ્વિક સમિટનું ભારતમાં આયોજન થવું એ જ એ વાતનો પુરાવો છે કે આખું વિશ્વ હવે આ ક્ષેત્રમાં ભારતનું મહત્વ સ્વીકારી રહ્યું છે. તેમણે ભારતને એક ‘જાયન્ટ’ (વિશાળ શક્તિ) ગણાવીને ઉમેર્યું હતું કે, ન્યુઝીલેન્ડ AI ક્ષેત્રે ભારત સાથે મળીને કામ કરવા માટે ખૂબ જ આતુર છે.
સુરક્ષિત AI માટે ભારત પાસેથી શીખશે વિશ્વ
ડૉ. રેટીએ AI ના સુરક્ષિત ઉપયોગ અને આંતરરાષ્ટ્રીય નિયમો (Guardrails) બનાવવાના ભારતના પ્રયાસોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે:
“ભારત માત્ર AI ની ક્ષમતા જ નથી વધારી રહ્યું, પરંતુ તેની નીતિઓ અને સુરક્ષાના માળખા પર પણ ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યું છે. ન્યુઝીલેન્ડ ભારત પાસેથી એ શીખવા માંગે છે કે કેવી રીતે ઉદ્યોગો અને સમાજમાં AI પ્રત્યે વિશ્વાસ ઉભો કરી શકાય.”
શું છે ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’?
દિલ્હીના ભારત મંડપમ ખાતે ૧૬ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન આ પાંચ દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
- ઉદ્ઘાટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ સમિટ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું.
- થીમ: ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ (બધાનું કલ્યાણ, બધાનું સુખ).
- પ્રતિભાગીઓ: આ સમિટમાં વિશ્વના ૨૦ થી વધુ દેશોના નેતાઓ, ૬૦ મંત્રીઓ અને ૫૦૦ થી વધુ વૈશ્વિક AI નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. જેમાં Google ના સુંદર પિચાઈ અને OpenAI ના સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે.
- મુખ્ય આકર્ષણ: ૩૦૦ થી વધુ પ્રદર્શનો અને ૬૦૦ થી વધુ સ્ટાર્ટઅપ્સ દ્વારા AI ના વાસ્તવિક જીવનમાં ઉપયોગો (જેમ કે આરોગ્ય અને કૃષિમાં) દર્શાવવામાં આવ્યા છે.
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે નવી ભાગીદારી
ડૉ. રેટીના મતે, ભારત અને ન્યુઝીલેન્ડ બંને એ વાત સમજે છે કે AI ના ફાયદા મેળવવા માટે ‘સોશિયલ લાયસન્સ’ એટલે કે સમાજનો વિશ્વાસ જીતવો જરૂરી છે. ન્યુઝીલેન્ડ સરકાર આગામી ૭ વર્ષમાં AI સંશોધન માટે $૭૦ મિલિયનનું રોકાણ કરી રહી છે અને તેઓ ભારતની ટેક-પ્રતિભાનો લાભ લેવા માંગે છે.