કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) એ કહ્યું છે કે તેણે ‘ગુપ્ત માહિતી’ એકત્રિત કરી છે જે દર્શાવે છે કે ભારત સરકારના ‘પ્રોક્સી એજન્ટ્સ’એ ભારત તરફી ઉમેદવારોને ગેરકાયદેસર નાણાકીય સહાય પૂરી પાડીને લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે.
ભારતે આ આક્ષેપો પર આકરી પ્રતિક્રિયા આપી છે અને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાના
પ્રયાસના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન
કહ્યું, કે મુખ્ય મુદ્દો ભૂતકાળમાં નવી દિલ્હીના મામલામાં ઓટાવાના હસ્તક્ષેપનો છે. ‘અમે કેનેડિયન કમિશનની તપાસ અંગે મીડિયા રિપોર્ટ્સ સાંભળ્યા છે.
કેનેડાની ચૂંટણીમાં ભારતીય દખલગીરીના આવા તમામ કિસ્સા આપણે જોયા છે.
પાયાવિહોણા આરોપોને સખત રીતે નકારી કાઢીએ છીએ. અન્ય દેશોમાંથી
લોકશાહી પ્રક્રિયાઓમાં દખલ કરવાની ભારત સરકારની નીતિ નથી
હકીકતમાં, તેનાથી વિપરિત કેનેડાની નીતિ અમારી આંતરિક બાબતોમાં દખલ કરવાની રહી છે.