• ન્યૂઝીલેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટના નુકસાન પર 164 રન બનાવ્યા
  • ભારતે 19.4 ઓવરમાં 166 રન બનાવીને ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

જયપુરમાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતીય વિજય શરૂઆત કરી છે રોહિત શર્મા અને સૂર્ય કુમાર યાદવની સ્ફોટક બેટિંગની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને ૫ વિકેટથી હાર આપી છે. 165 રનના લક્ષ્યાંકને ભારતે 19.4 ઓવરમાં ચેઝ કરીને જીત મેળવી હતી. આ સાથે જ રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની નવી ઇનિંગ્સની શરૂઆત વિજય સાથે થઈ છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ કિવી ટીમે ટોસ હારીને બેટીંગની શરુઆત કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમની ઓપનીંગ જોડી તૂટ્યા બાદ પણ માર્ટિન ગુપ્ટીલ અને માર્ક ચૈપમેને અર્ધશતક નોંધાવી સાથે 109 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેની રમતે કિવી ટીમે ભારત સામે પડકાર જનક સ્કોર ખડક્યો હતો. ટીમ ઇન્ડિયાની ઓપનીંગ જોડીએ આક્રમક શરુઆત કરી હતી. તેણે 5 ઓવરમાં જ 50ના આંકડાને સ્પર્શી લીધો હતો. જોકે પચાસ પૂરા થતા જ ઓપનીંગ જોડી તૂટી હતી.

કેએલ રાહુલ 15 રન કરીને આઉટ થયો હતો. રોહિત શર્માએ 36 બોલમાં 48 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યાકુમાર યાદવે પણ બેટ ખોલીને રમત રમી હતી. સૂર્યકુમારે 40 બોલમાં 62 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 શાનદાર છગ્ગા અને 6 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. તેની રમતે ટીમને જીતના નજીક લાવીને મુકી દીધી હતી.