ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બર, બુધવારથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. બંને ટીમો આ ટેસ્ટ શ્રેણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે ભારત અને બાંગ્લાદેશના કેટલાક નામાંકિત ખેલાડીઓ પણ ઈજાથી ઝઝૂમી રહ્યા છે. આવી સ્થિતિમાં ટીમની મહત્વની જવાબદારી યુવા ખેલાડીઓ પર રહેશે.
શાકિબ ટેસ્ટમાંથી થઇ શકે છે બહાર
ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલા જ બાંગ્લાદેશની ટીમને મોટો ફટકો પડી શકે છે. વાસ્તવમાં ટીમના કેપ્ટન શાકિબ અલ હસનને ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શાકિબ અલ હસને ગઈકાલે પણ ટ્રેનિંગ કરી ન હતી, આવી સ્થિતિમાં તેનું પ્રથમ ટેસ્ટ મેચ રમવું શંકાસ્પદ છે કારણ કે BCBએ તેની ટીમમાં ઉપલબ્ધતા અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી. બંને ટીમો વચ્ચેની આ મેચ ચટ્ટોગ્રામના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે.
ટેસ્ટ શ્રેણી શેડ્યૂલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 14 થી 18 ડિસેમ્બર દરમિયાન ચિત્તાગોંગમાં રમાશે. જ્યારે બીજી અને અંતિમ ટેસ્ટ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઢાકાના મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે આ સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સિરીઝની મેચ રમાઈ હતી, જેમાં ભારતને 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત અને બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન – લોકેશ રાહુલ (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ-કીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ
બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ ઈલેવન – શાકિબ અલ હસન (કેપ્ટન), નઝમુલ હુસૈન, મોમિનુલ હક, યાસિર અલી, મુશફિકુર રહીમ, લિટન દાસ, શરીફુલ ઈસ્માલ, ઝાકિર હસન, મહમુદુલ હસન, રાજુર રહેમાન, તસ્કીન અહેમદ.