ઈરાકની સંસદે સમલૈંગિક લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. કાયદામાં સમલૈંગિકતાને પ્રોત્સાહન આપનારાઓ સામે પણ ભારે દંડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે, જો કે, યુ.એસ.એ ઇરાકમાં વેશ્યાવૃત્તિ અને સમલૈંગિકતા વિરોધી કાયદા પસાર કરવાની નિંદા કરી છે. અમેરિકાનું કહેવું છે કે આ કાયદો બંધારણીય રીતે સુરક્ષિત માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ખતરો છે.

ઈરાકની સંસદે સમલૈંગિક સંબંધોને અપરાધ ગણતો કાયદો પસાર કર્યો છે. સમલૈંગિકતાને પ્રોત્સાહન આપનારાઓને વધુમાં વધુ 15 વર્ષની જેલની સજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાકનું કહેવું છે કે આ કાયદાનો હેતુ ધાર્મિક મૂલ્યોને જાળવી રાખવાનો છે. જોકે, ઈરાકના આ પગલાની અનેક દેશોએ નિંદા કરી હતી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક રીલીઝ જારી કરીને કહ્યું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાકી સંસદ દ્વારા વર્તમાન કાયદામાં સુધારાઓ પસાર થવાથી ખૂબ જ ચિંતિત છે.
આ ફેરફાર બંધારણીય રીતે સંરક્ષિત માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ માટે ખતરો છે.