1 ઓક્ટોબરથી ચાહકોને હવે ક્રિકેટમાં ઘણા નવા નિયમો જોવા મળશે. ICC કમિટીએ આ નિયમોને અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નિયમોમાંથી એક નવા બેટ્સમેનનો ક્રિઝ પર સ્ટ્રાઈક લેવાનો સમય છે. હવે વનડે અને ટેસ્ટમાં બે મિનિટની અંદર નવા બેટ્સમેને સ્ટ્રાઈક લેવી પડશે.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે. આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે એટલે કે T20 વર્લ્ડ કપ 2022 નવા નિયમો સાથે રમાશે. જે નવા નિયમો લાવવામાં આવ્યા છે તેમાં ઘણા આશ્ચર્યજનક નિયમો પણ છે, જેને જાણીને દર્શકો ખૂબ જ ઉત્સાહિત થશે. આ નિયમો પ્રમાણે જ્યારે વિકેટ પડે ત્યારે નવા બેટ્સમેને હવે 2 મિનિટની અંદર ક્રિઝ પર આવી જવું પડશે. જો આમ નહીં થાય તો વિરોધી ટીમના કેપ્ટન પાસે ટાઇમ આઉટ માટેની અપીલ હશે.
શું આવ્યો બદલાવ ?
ICCનો આ નવો નિયમ કહે છે કે, ‘ટેસ્ટ અને ODIમાં કોઈપણ નવો બેટ્સમેન ક્રિઝ પર આવે છે, તેણે 2 મિનિટની અંદર સ્ટ્રાઈક લેવા માટે તૈયાર રહેવું પડશે. જ્યારે ટી20 ક્રિકેટમાં આ સમય માત્ર 90 સેકન્ડનો હશે. અગાઉ આ સમય વનડે અને ટેસ્ટમાં 3 મિનિટનો હતો. જો બેટ્સમેન આમ કરવામાં અસમર્થ હોય, તો ફિલ્ડિંગ કેપ્ટન ટાઈમ આઉટ માટે અપીલ કરી શકે છે.
અન્ય કયા નિયમો ઉમેરવામાં આવ્યા છે?
ICC દ્વારા ઘણા નિયમો લાવવામાં આવ્યા છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે. આમાં એક નિયમ છે કે જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થાય છે, તો પછીના બોલ પર સ્ટ્રાઈક નવા બેટ્સમેન દ્વારા લેવામાં આવશે. આ પહેલા એવું હતું કે જ્યારે બેટ્સમેન કેચ આઉટ થાય અને જો ફિલ્ડર કેચ કરે તે પહેલા બેટ્સમેન નોન સ્ટ્રાઇકરને ક્રોસ કરી ચૂક્યો છે તો નોન સ્ટ્રાઇકર સ્ટ્રાઇક લેતો હતો અને નવોદિત બેટ્સમેન નોન સ્ટ્રાઇક પર રહેતો હતો. આ ઉપરાંત મેચ દરમિયાન બોલ પર થૂંકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોનાને જોતા પહેલા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે જો કોઈ બોલર તેના રન-અપ દરમિયાન કંઈક અયોગ્ય કરે છે, તો બેટિંગ ટીમને ફરિયાદ કરવાની તક મળશે અને દંડ તરીકે, અમ્પાયર ફિલ્ડિંગ ટીમ પર 5 રનનો દંડ લાદી શકે છે.
તમને જણાવી દઈએ કે આઈસીસી દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને આઈસીસી ક્રિકેટ કમિટી દ્વારા પાસ કરવામાં આવ્યા છે. આ સમિતિનું નેતૃત્વ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કરી રહ્યા છે, જ્યારે તેમાં રમીઝ રાજા, મહેલા જયવર્દને, ડેનિયલ વેટોરી, વીવીએસ લક્ષ્મણ, જય શાહ સહિત અન્ય દેશોના પ્રતિનિધિઓ સામેલ છે.