પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર અને પ્રેસિડેન્ટ ગણાવીીને રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો કોર્ટે ફગાવ્યા, લગભગ સવા બે વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અંતે હરિપ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય
હરીધામ સોખડાની (Haridham Sokhada) ગાદીનો વિવાદ ન માત્ર ગુજરાત કે ભારત પૂરતો રહ્યો પરંતુ દેશ-વિદેશમાં ફેલાયેલા અનુયાયીઓમાં પણ તેના શાસનને લઇ વિવાદ ચાલ્યો છે. ન્યુઝીલેન્ડમાં હરીધામ સોખડાની ગાદી કોણ સંભાળશે તેને લઇને ન્યુઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે (New Zealand Supreme Court) પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. જેમાં પાછલા ઘણા સમયથી ન્યૂઝીલેન્ડમાં સોખડા વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડની કોર્ટમા ચાલી રહેલા લડાઈના અંતે ચુકાદો હરીપ્રબોધ પરિવારના તરફે આવ્યો છે.
પ્રેમસ્વરૂપ સ્વામી જૂથ દ્વારા હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર અને પ્રેસિડેન્ટ ગણાવીીને રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો કોર્ટે ફગાવ્યા હતા. આ સાથે જ ન્યુઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે બ્રહ્મલીન પ.પૂ. હરિપ્રસાદસ્વામીજીના આધ્યાત્મિક વારસ તરીકે પ્રેમ સ્વરૂપસ્વામીના દાવાને પણ ખારીજ કર્યો હતો. આમ YDS પરના દાવા અને વહીવટ કરવાને લઇને વિરોધી જૂથના દાવાઓને અમાન્ય ઠેરવવામાં આવ્યા હતા.
હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી. બંને પક્ષની લડાય માત્ર ભારતમાં જ નહિં પરંતું બંને પક્ષોની લડાય વિદેશમાં પણ ચાલી રહી હતી.
ડિસેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઇ હતી પિટીશન
ગુજરાત અને ભારતની સર્વોચ્ચ કોર્ટમાં કાનુની લડાઇ બાદ ન્યુઝીલેન્ડમાં પણ વહીવટને લઇ વિવાદ વધ્યો હતો. જેમાં ન્યુઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ ત્યાના સત્સંગ કેન્દ્ર માટે ડિસેમ્બર 2021માં એક પિટિશન ન્યૂઝીલેન્ડની હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. લગભગ સવા બે વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અંતે પ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી દલીલો અને પુરાવાઓના મૂલ્યાંકનના અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ન્યુઝીલેન્ડ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રભોધમ પરિવાર ન્યુઝીલેન્ડ સંભાળશે.