ટ્વિટર એકાઉન્ટ પર પોતાના ઈન્ટ્રોમાં પોતાને દેશભક્ત, સામાજિક અને રાજકીય એક્ટિવિસ્ટ લખ્યું
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
કોંગ્રેસ પાર્ટીથી હાર્દિક પટેલ ફરીથી નારાજ હોવાનું સપાટી પર આવ્યું છે. થોડા દિવસ પહેલાં પોતાનું whatsapp display change કર્યા બાદ હવે હાર્દિક પટેલે ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ પાર્ટીના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેના હોદ્દાને દૂર કર્યો છે. તેના બદલે તેણે પોતાના ઈન્ટ્રોમાં પોતાને દેશભક્ત, સામાજિક અને રાજકીય એક્ટિવિસ્ટ લખ્યું છે. થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે ભાજપના નેતૃત્વનાં વખાણ કર્યા હતા જ્યારે કોંગ્રેસની વર્કિંગ સ્ટાઈલ પર અનેક સવાલ ઉભા કર્યા હતા.
કોંગ્રેસ કે પછી હાર્દિકે કોઈ સત્તાવાર જાહેરાત તો નથી કરી, પરંતું અટકળોનું વાવાઝોડું ફરીથી વંટોળે ચઢ્યું છે. બે દિવસ પહેલા પણ હાર્દિક પટેલે ડ્રગ્સ મામલે ગુજરાત સરકારના અને વધુમાં કહીએ તો ગુજરાત સરકારના આડકતરી રીતે કરેલા વખાણમાં પણ કોંગ્રેસનો લોગો, કોંગ્રેસમાં પોતાનો હોદ્દો કે ગુજરાત કોંગ્રેસનું લેટરપેડ આ બધાનો ઉપયોગ કર્યો ન હતો.