મલ્હાર ઠાકરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અફવાઓનો અંત લાદ્યો, મલ્હાર અને પૂજા નવેમ્બરના અંતમાં લગ્ન કરશે

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના એક્ટર મલ્હાર ઠાકર લગ્ન કરવા જઈ રહ્યાં છે. આ પહેલાં પણ ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પર જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે.તેમનાં લગ્નની અફવાઓ પણ ઘણા સમયથી ઊડી રહી હતી કે, તે ગુજરાતી એક્ટ્રેસ પૂજા જોશી સાથે લગ્ન કરવાનો છે. હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પૂર્ણવિરામ લાવી દીધું છે.

લગ્નની ઓફિશીયલ જાહેરાત : પૂજા જોષીએ ઈન્સ્ટાની એક પોસ્ટમાં લખ્યું કે,”અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રીયલ સુધી…. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ. કાઉન્ટડાઉન શરૂ”. મલ્હાર ઠાકરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટ જોઈ ચાહકો ખુશ થઈ ગયા છે. પોસ્ટ સાથે હેશટેગમાં લખ્યું છે કે, નોટ અ ફિલ્મ અનાઉન્સમેન્ટ, ન્યુ જરની, ટુગેધરનેસ, લવ.