પોલ ઓફ એક્ઝિટ પોલમાં ભાજપની જ બની રહી છે સરકાર, કોંગ્રેસને થશે નુકસાન તો આપનું ખુલશે ખાતું

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે અને એક્ઝિટના પોલના તારણ પણ સામે આવી ચૂક્યા છે. વિવિધ ગુજરાતી તથા રાષ્ટ્રીય ચેનલના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનવા જઇ રહી છે અને કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપને 130થી પણ વધારે બેઠકો મળી રહી છે જ્યારે કોંગ્રેસની બેઠકો ઘટવાનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે તો બીજીતરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતું ખોલે તેવું અનુમાન લગાવાઇ રહ્યો છે.

પ્રથમ તબક્કામાં 63.31 ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં અંદાજે 64 ટકા આસપાસ મતદાન થયું હોવાનો અંદાજ છે. આમ ગત વર્ષથી ઓછું મતદાન થયું હોવા છતાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનવા જઇ રહી છે. હવે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે આવશે. દરેક એક્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપની સરકાર બનશે. તો કોંગ્રેસને કેટલીક બેઠકોનું નુકસાન થઇ રહ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી ગાજ્યા મેઘની માફક વરસવાની નથી. જોકે તેમનું ખાતું ખુલે તેવી શક્યતા છે. જાણીએ કેટલાક એક્ઝિટ પોલના આંકડા.
જનકી બાત એક્ઝિટ પોલ
પક્ષ બેઠક
ભાજપ 129
કોંગ્રેસ 43
આપ 08
અન્ય 02

ટાઈમ્સ નાઉ-ઈટીજી એક્ઝિટ પોલ
ભાજપ 131
કોંગ્રેસ 41
આપ 06
અન્ય 04

પી-માર્ક એક્ઝિટ પોલ
ભાજપ 138
કોંગ્રેસ 36
આપ 06
અન્ય 02

ABP સી-વોટર
ભાજપ 128-140
કોંગ્રેસ 31-43
આપ 03-11
અન્ય 02-06

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા
ભાજપ 131-151
કોંગ્રેસ 16-30
આપ 09-21
અન્ય 02-06