ભારતમાં આવતા વિદેશી પર્યટકો માટે ગુજરાત હવે સૌથી વધુ ફેવરિટ રહ્યું છે
ઈન્ડિયન સ્ટેટ રેન્કિંગ સર્વેમાં ગુજરાતને સૌ પ્રથમ વખતવાર ‘પહેલો રેન્ક’ મળ્યો છે.
મહત્વનું છે કે 2019ના વર્ષમાં ગુજરાત સમગ્ર દેશમા સાતમા ક્રમે રહ્યું હતું. દેશના તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવા જેવા રાજ્યો વિદેશી પર્યટકો માટે ફેવરિટ ગણાતા હતા પણ હવે બદલાયેલી સ્થિતિમાં ગુજરાતમાં આવતા વિદેશી પર્યટકોની
સંખ્યામાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમા સરકારના પર્યટન વિભાગ દ્વારા આતિથ્યમ પોર્ટલમાં રાજ્યના મુખ્ય 110થી વધુ પ્રવાસન સ્થળો પર નોંધાયેલી માહિતીના આધારે આ હકીકત સામે આવી છે.

ગુજરાત ટૂરિઝમ વિભાગની માહિતી અનુસાર છેલ્લા વર્ષ ઉપર નજર કરવામાં આવેતો વર્ષ 2019-20માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 5.95 લાખ હતી જે 2022-23માં વધીને 17.90 લાખ પર પહોંચી છે.

ગુજરાતની મુલાકત લેનારા વિદેશીઓ પૈકી સૌથી વધુ કેનેડા અને યુએસએના પર્યટકોએ ગુજરાતનાં વિવિધ સ્થળોની મુલાકાત લીધી હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં પણ હવે આંતર રાષ્ટ્રીય મહેમાનોની સંખ્યા વધી છે અહીં મલ્ટિનેશનલ કંપનીઓના વડાઓ તેમજ ઉચ્ચ પદાધિકારીઓની મુલાકાતો વધતા ગુજરાતનો પ્રભાવ વધ્યો છે, ગિફ્ટ સિટીવૈશ્વિક નાણાકીય અને ટેક્નોલોજી વ્યવસાયો માટે એક
હબ તરીકે વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના કારણે પણ વિદેશી પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે.
ગુજરાતમાં સુરક્ષા,સલામતી, હ્યુમન રિસોર્સિસ અને પોલિટિકલ સ્ટેબિલિટીને ધ્યાનમાં લઈ વિદેશીઓની સંખ્યા વધી છે.

પ્રવાસન મંત્રાલયના રિપોર્ટ અનુસાર
વર્ષ 2019માં ગોવામાં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 9.39
લાખ અને ગુજરાતમાં 5.95 લાખ નોંધાઈ હતી.
જોકે, ચાર વર્ષમાં બધું બદલાઈ ગયું છે અને હવે ગુજરાતમાં વિદેશીઓની મુલાકાત વધી છે હાલમાં ગુજરાતમાં 17 લાખ જ્યારે ગોવામાં માત્ર 1.74 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાની હકીકત સામે આવી
છે.

ઉલ્લેખનીય છે કે 2015 સુધી ગુજરાત ટોપ 10માં પણ નહોતુ પણ આજે સ્થિતિ જુદી છે અને આજે નંબર વન ઉપર છે.
સાંસ્કૃતિક વારસો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઈ-વિઝા,
ગિફ્ટ સિટી જેવાં મોટા બદલાવને કારણે ગુજરાત વિદેશી
પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે.
આમ,સમગ્ર દેશમાં હવે ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે સૌથી વધુ ફેવરિટ રાજ્ય બનતા પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત વિકાસ જોવા મળી રહ્યો છે.