ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતની મુલાકાત દરમિયાન ભાજપની કોર કમિટીમાં ફેરફાર
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
શંકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવશે. થોડા જ દિવસોમાં શંકરસિંહ વાઘેલા પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. મહત્વનું છે કે, 2017માં પણ શંકરસિંહ વાઘેલાએ ‘જન વિકલ્પ’ના નામે પાર્ટી ઉભી કરી હતી. ત્યારે હવે એકવાર ફરી ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને શંકરસિંહ વાઘેલા મેદાનમાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ જ બચ્યા છે ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓ ભાજપને યાદ આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપે કોર કમિટીમાં સ્થાન આપ્યું છે. ગાંધીનગરમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સાથે મુલાકાત કરી હતી. કમલમ ખાતે પણ બી.એલ.સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોર કમિટીના સભ્યો સાથે મંથન કરાયું હતું. ત્યારે હવે વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપની કોર કમિટીમાં પણ મોટો ફેરફાર કરાયો છે.
6 પીઢ નેતાઓને ભાજપે કમિટીમાં આપ્યું સ્થાન
ભાજપે 6 પીઢ નેતાઓને કમિટીમાં સ્થાન આપ્યું હતું. કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે.ં
18 સભ્યો હાલ કમિટીમાં સામેલ
કમિટીમાં પહેલેથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટિલ સામેલ છે અને હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સ્થાન આપ્યું છે. કોર કમિટીમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત બોધરાની એન્ટ્રી થઇ છે. તો આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો પણ સમાવેશ થયો છે. આ પહેલા કોર કમિટીમાં 12 સભ્યો હતા. સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જીતુ વાધાણી, શંકર ચૌધરી, ગણપત વસાવા, રંજન બેન ભટ્ટ અને 5 મહામંત્રીઓનો કોર કમિટીમાં સમાવેશ થયો હતો.