પાસપોર્ટ, વિઝા અને OCI સંબંધિત ફરિયાદોનું થશે ઝડપી નિરાકરણ; દર મહિનાના છેલ્લા શનિવારે ‘કોન્સ્યુલર કેમ્પ’નું પણ આયોજન

ઓકલેન્ડ: ઓકલેન્ડ સ્થિત ભારતીય હાઈ કમિશન (Consulate General of India) દ્વારા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરતા બે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. અત્યાર સુધી મહિનામાં એકવાર યોજાતું ‘ઓપન હાઉસ’ હવે દર અઠવાડિયે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દર બુધવારે ‘ઓપન હાઉસ’નું આયોજન કોન્સ્યુલેટ દ્વારા લેવાયેલા નવા નિર્ણય મુજબ, 1 ફેબ્રુઆરી 2026 થી દર કામકાજના બુધવારે સવારે 10:00 થી 12:00 વાગ્યા દરમિયાન ‘ઓપન હાઉસ’ યોજાશે.

  • સ્થળ: CGI ઓકલેન્ડ ઓફિસ (Level 14, SAP Tower, 151 Queen Street, Auckland 1010).
  • હેતુ: પાસપોર્ટ, વિઝા, OCI, PCC અને અન્ય કોન્સ્યુલર સેવાઓ સંબંધિત ફરિયાદો અને પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવું.
  • નોંધ: જો બુધવારે રજા હોય, તો આ કાર્યક્રમ તેના પછીના તરત જ આવતા કામકાજના દિવસે યોજાશે. અરજદારોએ ફી ભર્યાની રસીદ અને જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ આવવાનું રહેશે.

દર મહિનાના અંતે ‘કોન્સ્યુલર કેમ્પ’ ફરિયાદો સિવાયની નવી અરજીઓ માટે કોન્સ્યુલેટ દ્વારા દર મહિનાના છેલ્લા શનિવારે ‘કોન્સ્યુલર કેમ્પ’નું આયોજન કરવામાં આવશે.

  • સમય અને સ્થળ: સવારે 10:00 થી 12:00 વાગ્યા દરમિયાન, 25 Tui Road, Papatoetoe, Auckland ખાતે.
  • સેવાઓ: આ કેમ્પમાં પાસપોર્ટ, PCC, વિઝા અને OCI માટેની માત્ર નવી અરજીઓ (Fresh Applications) જ સ્વીકારવામાં આવશે.
  • રજીસ્ટ્રેશન: રસ ધરાવતા અરજદારોએ પોતાનું નામ, મોબાઈલ નંબર અને સેવાની વિગત સાથે 28 જાન્યુઆરી 2026 સુધીમાં [email protected] પર ઇમેઇલ કરીને નોંધણી કરાવવી ફરજિયાત છે. જો પૂરતી સંખ્યામાં નોંધણી નહીં થાય, તો કેમ્પ મોકૂફ રાખવામાં આવી શકે છે.

મહત્વની સૂચના કોન્સ્યુલર કેમ્પમાં કોઈ પણ પ્રકારની પૂછપરછ કે ફરિયાદો સ્વીકારવામાં આવશે નહીં. તે માટે અરજદારોએ ફરજિયાતપણે બુધવારે યોજાતા ‘ઓપન હાઉસ’નો જ સંપર્ક કરવાનો રહેશે. કોઈ ચોક્કસ ફરિયાદ માટે અગાઉથી [email protected] પર ઇમેઇલ કરવાની પણ સલાહ આપવામાં આવી છે