મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર, સંપત્તિમાં 2.83 ડોલર બિલિયનનો ઘટાડો
અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને ગૌતમ અદાણીની સંપત્તિમાં 6.91 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો, જેના કારણે તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયા હતા. ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી વિશે મોટા સમાચાર આવ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં તેઓ ફરી એકવાર ત્રીજા સ્થાને આવી ગયા છે. સોમવારે ભારતીય બજારમાં આવેલા મોટા ઘટાડાને કારણે આવું થયું, ત્યાર બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો થયો છે.
અદાણી જૂથની કંપનીઓમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થયો હતો
ગઈકાલે અદાણી જૂથની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો અને ગૌતમ અદાણીની નેટવર્થમાં 6.91 બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો, જેના કારણે તેઓ વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયા હતા અને એમેઝોનના જેફ બેઝોસ ફરી એકવાર આગળ નીકળી ગયા હતા. સોમવારે જેફ બેઝોસની સંપત્તિમાં 1.36 બિલિયન ડોલરનો વધારો થયો, ત્યારબાદ તેમની નેટવર્થ ઘટીને 138 બિલિયન ડોલર થઈ ગઈ. તે જ સમયે, ગૌતમ અદાણીની સંપત્તિ 6.91 બિલિયન ડોલર ઘટીને 135 બિલિયન ડોલર થઈ છે.
અમીરોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ 10માંથી બહાર થયા
ભારતના મુકેશ અંબાણી બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ટોપ 10ની યાદીમાંથી બહાર થઈ ગયા છે અને ગઈકાલે તેમની સંપત્તિમાં 2.83 ડોલર બિલિયનનો ઘટાડો થયો છે. અમીર લોકોની યાદીમાં મુકેશ અંબાણી 11મા સ્થાને સરકી ગયા છે અને તેમની કુલ સંપત્તિ 82.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. 10મા સ્થાને લેરી એલિસન છે, જેની કુલ સંપત્તિ 84.9 બિલિયન ડોલર છે.
ગૌતમ અદાણી અને જેફ બેઝોસ વચ્ચે તીવ્ર રસાકસી
ગૌતમ અદાણી તાજેતરમાં જ એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને અમીરોની યાદીમાં બીજા ક્રમે આવ્યા હતા અને આવું કરનાર પ્રથમ એશિયન અને ભારતીય વ્યક્તિ બન્યા હતા. જો કે ગઈ કાલે અદાણીના શેરમાં થયેલા ઘટાડાને કારણે જેફ બેઝોસ ફરી એકવાર બીજા સ્થાને આવી ગયા છે અને ગૌતમ અદાણી ત્રીજા સ્થાને સરકી ગયા છે. જો કે આ આખા વર્ષની વાત કરીએ તો ગૌતમ અદાણીની નેટવર્થમાં 58.5 બિલિયન ડોલરનો વધારો થયો છે જ્યારે બેઝોસની નેટવર્થમાં $54.3 બિલિયનનો ઘટાડો થયો છે.