માર્ચ-એપ્રિલમાં પાંચ યુનિવર્સિટી દ્વારા ગુજરાત, પંજાબ, હરિયાણા સહિત કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો

Australia, extends post-study work Visa, international students, Australia student visa, Australian Education Ministry, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા, ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ બ્રિસબેન
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીસે જ્યારે ભારતના પ્રવાસે માર્ચ-એપ્રિલ 2023માં આવનારા હતા ત્યારે કેટલીક ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીએ ગુજરાત, પંજાબ, હરિયાણા અને કેટલાક રાજ્યોના વિદ્યાર્થી પર પ્રવેશને લઇ પ્રતિબંધ મૂક્યો હતો, હવે જોકે આ પ્રતિબંધ ઉઠાવી લેતા વિદ્યાર્થીઓને રાહત મળી છે. ઓસ્ટ્રેલિયની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ભારતના અમુક રાજ્યોના વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મૂકનાર યુનિવર્સિટીઓંમાં વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોનગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સધર્ન ક્રોસ યુનિવર્સિટીનો સમાવેશ થતો હતો. જોકે હવે તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ તમામ યુનિવર્સિટીએ આરોપ મૂક્યો હતો કે આ રાજ્યોના વિદ્યાર્થીઓને ભણવા કરતા કમાવવામાં વધુ રસ હોય છે. નોંધનીય છે કે અમેરિકા અને કેનેડા બાદ ઓસ્ટ્રેલિયા હાયર એજ્યુકેશન માટે ભારતીય વિદ્યાર્થીઓનો ફેવરિટ દેશ છે. ફેડરેશન યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વુલોંગોંગ, વિક્ટોરિયા યુનિ. વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીએ ભારતના કેટલાક રાજ્યો પર કોઇ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી અને આગામી સમયમાં વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર હોવાનું નિવેદન આપ્યું છે.

જોકે હવે ઓછામાં ઓછી ત્રણ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ કે જેમણે કેટલાક મીડિયા અહેવાલો અનુસાર ભારતના કેટલાક પ્રદેશોના વિદ્યાર્થીઓને પ્રતિબંધ મૂક્યો હતો, કહ્યું છે કે ભારતીય વિદ્યાર્થીઓ પર હવે કોઈ પ્રતિબંધ નથી. ન્યૂઝ રિપોર્ટ્સમાં સાત ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ – વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, વિક્ટોરિયા યુનિવર્સિટી, ફેડરેશન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, એડિથ કોવાન યુનિવર્સિટી, ટોરેન્સ યુનિવર્સિટી વુલોંગોંગ અને સધર્ન ક્રોસ યુનિવર્સિટીએ પ્રતિબંધ મૂક્યો હતો અથવા તો એમ કહીએ કે અરજીએ સ્વીકારવાનું બંધ કર્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે લગભગ 100,000 રહી છે. (2023 – 99697, 2022 – 100302, 2021 – 9924). આ આંકડા 2019 અને 2020 માં ભારતીય વિદ્યાર્થીઓ માટેના મુખ્ય ગણતરી સાથે સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરે છે, જે 2019માં 115106 અને 2020 માં 114841 જેટલી હતી.