બજેટમાં $1.5 બિલિયનના પેકેજના ભાગ રૂપે પાંચ મિલિયન ઘરો અને 10 લાખ વ્યવસાયોને સબસિડીની શકયતા
ઓસ્ટ્રેલિયનો તેમના પાવર બિલમાં $500 સુધીની રાહત મેળવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી ફેડરલ બજેટના પૂર્વાવલોકનથી બહાર આવ્યું છે. મંગળવારના બજેટમાં $1.5 બિલિયનના પેકેજના ભાગ રૂપે પાંચ મિલિયન ઘરો અને 10 લાખ વ્યવસાયોને સબસિડી પ્રાપ્ત થશે.
આ રાહત માટે પેન્શનરો, નાના ઉદ્યોગો અને સરકારી ચૂકવણી પરના લોકો સબસિડી માટે પાત્ર હશે. રાજ્ય અને પ્રદેશ સરકારો પણ આ યોજનામાં યોગદાન આપશે, જે ખર્ચને આશરે $3 બિલિયન સુધી પહોંચાડશે.
ટ્રેઝરર જિમ ચેલમર્સે જણાવ્યું હતું કે, “તેનો અર્થ એ થશે કે સમગ્ર દેશમાં ઓસ્ટ્રેલિયનો આ ઊંચા ઉર્જા કિંમતોમાંથી અમુક હિસ્સો લેવા માટે સક્ષમ હશે.”