હવામાં અન્ય ઇન્સ્ટ્રક્ટર સાથે અથડાતા સર્જાયો અકસ્માત; ADF એ અકસ્માત બાદ ઓસ્ટ્રેલિયામાં સેનાની તમામ પેરાશૂટિંગ કામગીરી પર કામચલાઉ પ્રતિબંધ મુકાયો

May be an image of text that says 'ምዜማ Australian Government Defence Itis with great sadness Defence can confirm the death of Special Air Service Regiment soldier Warrant Officer Class Two Lachlan Muddle during parachute training accident on the evening of 1 1 May 2026 At this time, our main priority is s to support Warrant Officer Class Two Muddle's family. Our thoughts are with them, his friends and the Regiment as they grieve his loss. We request that the privacy of Defence members and families is S respected at this time. The Australian Defence Force has temporarily paused all parachuting training.'

ન્યૂ સાઉથ વેલ્સ: ઓસ્ટ્રેલિયાના દક્ષિણ કિનારે આવેલા જર્વિસ બે એરફિલ્ડ ખાતે સોમવારે સાંજે એક હાઈ-એલ્ટિટ્યુડ ટ્રેનિંગ એક્સરસાઈઝ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડર મેજર જનરલ ગાર્થ ગૌલ્ડે પત્રકારોને જણાવ્યું હતું કે, બંને પેરાટ્રૂપર્સ અત્યંત કુશળ હતા અને બંનેના નામે હજારો જમ્પ નોંધાયેલા હતા. દુર્ઘટના સમયે બંનેના પેરાશૂટ ખુલી ગયા હતા, પરંતુ હવામાં થયેલી ટક્કર જીવલેણ સાબિત થઈ હતી.

નાઈટ-વિઝન ગોગલ્સ સાથેની તાલીમ

આ તાલીમ છ અઠવાડિયાના એડવાન્સ ફ્રી-ફોલ ટ્રેનિંગનો ભાગ હતી. અકસ્માત વહેલી સાંજે થયો હતો અને તમામ સહભાગીઓએ નાઈટ-વિઝન ગોગલ્સ પહેર્યા હતા. લચલાન મડલ સાથે અથડાયેલા અન્ય સૈનિકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમણે જ મડલને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.

લશ્કરી સન્માન અને ઈતિહાસ

વોરંટ ઓફિસર મડલ 1994 માં સેનામાં જોડાયા હતા. તેમની દેશભક્તિ અને રમુજી સ્વભાવ માટે તેઓ સેનામાં ખૂબ જ લોકપ્રિય હતા. નોંધનીય છે કે, માર્ચ 2024 માં જેક ફિટ્ઝગિબનના મોત બાદ પેરાશૂટિંગ અકસ્માતમાં આ પ્રથમ મોત છે. ગત ઓક્ટોબર 2025 માં ટાઉન્સવિલે પાસે આર્મર્ડ વ્હીકલ પલટી જવાથી અન્ય એક સૈનિકનું મોત થયું હતું.

ડિફેન્સ વિભાગે મડલના પરિવારને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે. RSL NSW એ પણ આ ઘટના પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “તાલીમ અકસ્માતો એ વાતની યાદ અપાવે છે કે આપણા સૈનિકો દેશની સેવા માટે હંમેશા જોખમ ખેડે છે.” 12 May 2026 ના રોજ આ સમાચારથી ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ સમુદાયમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.