અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાની કોલોરાડો કોર્ટે કેપિટોલ હિંસા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે અને ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે.
આ સાથે કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને વોટિંગ માટે પણ ગેરલાયક ઠેરવ્યા છે. તેથી, હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી (યુએસ પ્રેસિડેન્ટ ઇલેક્શન 2024)માં રિપબ્લિકન પાર્ટી વતી ન તો ચૂંટણી લડી શકશે અને ન તો તેમાં વોટ આપી શકશે.અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને ગેરલાયક ઠેરવવા માટે બંધારણના 14મા સુધારાની કલમ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અમેરિકાની કોલોરાડો કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ 4-3થી ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે બહુમતી માને છે કે ટ્રમ્પ 14મા સુધારાની કલમ 3 હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે અયોગ્ય છે. તમને જણાવી દઈએ કે જે કોર્ટના ન્યાયાધીશોએ ટ્રમ્પ વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે તેમની નિમણૂક ડેમોક્રેટિક ગવર્નરો દ્વારા કરવામાં આવી હતી.ડોનાલ્ડ ટ્રમ્પને 6 જાન્યુઆરી, 2021 ના રોજ યુએસ કેપિટોલમાં રમખાણો ભડકાવવા બદલ રાષ્ટ્રપતિ પદ સંભાળવા અને મતદાન કરવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, 6 જાન્યુઆરી, 2021 ના રોજ, ટ્રમ્પના સમર્થકોએ યુએસ સંસદ એટલે કે કેપિટોલ હિલને ઘેરી લીધું. કેટલાક સમર્થકો કેપિટોલ હિલમાં પણ ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. કેપિટોલ હિંસા બાદ તેની તપાસ અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈને સોંપવામાં આવી હતી.
સાથે સાથે હાઈકોર્ટે આગામી તા.4 જાન્યુઆરી સુધી અથવા યુએસ સુપ્રીમ કોર્ટ કેસ પર નિર્ણય ન કરે ત્યાં સુધી તેના નિર્ણય પર રોક પણ લગાવી હતી.
આ નિર્ણય સાથે, હવે યુએસ સુપ્રીમ કોર્ટ માટે એ નિર્ણય લેવો પડકારરૂપ બનશે કે શું ટ્રમ્પ રિપબ્લિકન પક્ષ તરફથી નોમિનેશનની રેસમાં રહી શકે છે? કે કેમ!
આ બાબતે અમેરિકામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.