નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટીનો જમાવડો જામશે

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે ipl 2023ની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. સુપર સન્ડેની આઇપીએલ ફાઇનલ જોવા માટે દેશના તમામ સેલિબ્રિટી નો ધસારો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થનાર છે. પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ અને થાલા ધોની જેના પ્રસન્ન છે તેવા રજનીકાંત પણ ગુજરાત ટાઇટન સામેની મેચ જોવા અમદાવાદ આવનાર છે.

ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્વોલીફર મેચમાં ચેન્નઇ સુપરકિંગ્સે ગુજરાત ટાઇટન્સને પરાજય આપ્યો હતો. જોકે આઇપીએલની ઓપનિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સને હાર આપી હતી. આમ ફાઇનલ મુકાબલો કાંટે કી ટક્કર સમાન રહેશે. આ તરફ રજનીકાંત પોતાના પરિવાર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવનારા છે. આ તરફ કવોલીફાયર મેચમાં ચેન્નઇ ખાતે CSK ના સુપર ફેન સુપરસ્ટાર રજનીકાંતનો પરિવાર મેચ જોવા પહોંચ્યો હતો. અને ચેન્નઇની તમામ ફાઈનલ મેચ જોવા પરિવાર ઉપસ્થિત રેહતો હોય છે.