વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા તેમણે કહ્યું કે અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે.
તમને જણાવી દઈએ કે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણથી ચાર બંદૂકધારીઓએ લોકો પર ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં 60થી વધુ લોકોના મોત થયા હતા.
ફાયરિંગ બાદ કેટલાક લોકો બેઝમેન્ટ તરફ ભાગવા લાગ્યા જ્યારે કેટલાક લોકોએ ટેરેસ પર સંતાવાનો પ્રયાસ કર્યો. હુમલાખોરોએ વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હતો, જેણે હોલમાં આગ લગાવી દીધી હતી. રિપોર્ટ અનુસાર આતંકીઓએ સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા છે.
રશિયાના વિદેશ મંત્રાલયે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ હુમલાની નિંદા કરી છે. “આ એક આતંકવાદી હુમલો છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ ધિક્કારપાત્ર અપરાધની નિંદા કરવી જોઈએ,” તેમણે કહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ સુરક્ષા દળોના યુનિફોર્મમાં કોન્સર્ટમાં ઘૂસ્યા હતા.
દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ કહ્યું, “અમે મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારા સંવેદના અને પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે.
આ દુઃખની ઘડીમાં ભારત રશિયાની સાથે છે.”