સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ QHPV વેક્સિન લોન્ચ કરવામાં આવી

સર્વાઇકલ કેન્સર, ગર્ભાશય કેન્સર, cervical cancer, serum vaccine, Serum Institute, Adar Punawala,

નવી દિલ્હી
સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર)સામે લડતી ભારતની પહેલી સ્વદેશી વેક્સિન QHPV લોન્ચ થઈ ગઈ છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ વેક્સિન લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધી તો સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર)ના કેન્સર સામે લડતી ભારતની પોતાની કોઈ વેક્સિન નહોતી. પરંતુ હવે પહેલી વાર ભારતે સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેન્સર) સામે લડતી પોતાની વેક્સિન બનાવી લીધી છે.

દેશમાં બ્રેસ્ટ કેન્સર પછી સર્વાઈકલ કેન્સર એ મહિલાઓમાં બીજા નંબરે છે. આ કેન્સરથી પીડિત મોટાભાગની મહિલાઓ એડવાન્સ સ્ટેજ પર સારવાર માટે ડોક્ટરો પાસે પહોંચે છે, જેના કારણે દર્દીનો જીવ બચાવવો ક્યારેક મુશ્કેલ બની જાય છે. હવે ભારતને સર્વાઇકલ કેન્સર સામે પ્રથમ QHPV મળી છે. આ રસી આજે લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આ રસી લોન્ચ કરી છે. આ રસીના આગમનથી સર્વાઇકલ કેન્સરની રોકથામમાં ઘણો ફાયદો થશે.

​શું છે સર્વાઇકલ કેન્સર?
સર્વાઇકલ કેન્સર મહિલાઓમાં ગર્ભાશય સર્વિક્સ (uterine cervix)નું કેન્સર હોય છે. મૂળ યોનીથી શરૂ થતું આ કેન્સર મૂત્રાશય, મળાશયથી લઇને ફેફસાં સુધી ફેલાવાની ક્ષમતા ધરાવે છે. સર્વાઇકલ પ્રાઇવેટ પાર્ટનો હિસ્સો ગણાય છે. તે યોનીને ગર્ભાશયના ઉપરના ભાગથી જોડે છે. અમુક પ્રકારના માનવ પેપિલોમાવાયરસ (Human papillomavirus)ના કારણે લાંબા સમય સુધી ચાલતું ઇન્ફેક્શન સર્વાઇકલ કેન્સરનું મુખ્ય કારણ છે. HPV એક સામાન્ય વાયરસ છે શારિરીક સંબંધ દરમિયાન એક વ્યક્તિથી બીજાં વ્યક્તિમાં ફેલાય છે.

શું હોય છે લક્ષણ ?

  • પીઠમાં સતત દુઃખાવો થવો
  • નાભિની નીચે સતત દુઃખાવો
  • અસામાન્ય રીતે વજાઇનલ બ્લીડિંગ
  • યૌન સંબંધ દરમિયાન દર્દની સમસ્યા
  • મેનોપૉઝ બાદ બ્લીડિંગ
  • વજાઇનલ ડિસ્ચાર્જ
  • મૂત્રત્યાગ સમયે દુઃખાવો થવો