જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી જશે તો સર્જાશે ભયંકર સ્થિતિ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
બ્રિટીશ સાંસદ બોબ બ્લેકમેનએ કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યું છે. બ્રિટીશ સાંસદે ચેતવણી આપી છે કે જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટી જશે તો અફઘાનિસ્તાનની જેમ કાશ્મીરમાં પણ ઈસ્લામિક તાકાત લોકતંત્રને ખતમ કરી નાંખશે. તેમણે બ્રિટીશ સંસદના નિચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીર અંગેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે આપણે જોયું છે કે અફઘાનિસ્તાનમાં શું બન્યું છે. તેમણે કહ્યું કે જો ભારતીય સેના કાશ્મીરમાંથી હટશે, તો જમ્મુ-કાશ્મીરના લોકોનું કંઈક એવી જ રીતે દુઃખી હશે કે જેવી રીતે અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક તાકાતો આવવાથી ત્યાં લોકતંત્રનો ખાત્મો થયો છે.
માનવાધિકારોની સ્થિતિ મુદ્દે એક ચર્ચા શરૂ કરી
હાઊસ ઓફ કોમન્સમાં બ્રિટનના સાંસદ ડેબ્બી અબ્રાહમ અને પાકિસ્તાની મૂળના સાંસદ યાસ્મીન કુરૈશીએ કાશ્મીરમાં માનવાધિકારોની સ્થિતિ મુદ્દે એક ચર્ચા શરૂ કરી હતી.. આ દરમિયાન બોબ બ્લેકમેનએ કહ્યું કે આ માત્ર ભારતીય સેના અને તેની મજબૂતી છે કે જેણે જમ્મુ-કાશ્મીરને તાલિબાનના કબ્જાવાળા અફઘાનિસ્તાન બનવાથી રોક્યું છે.. તેમણે કહ્યું કે જમ્મુ-કશ્મીર કાયદાકીય અને સત્તાવાર રીતે ભારતનો અભિન્ન હિસ્સો છે.