લોકમેળાના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં શ્રીકૃષ્ણ અને રુક્મિજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રાજીના લગ્નને લઈને કરેલી ટિપ્પણી વિવાદ બાદ હવે માફી માંગી લીધી છે. પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળામાં ઉપસ્થિતિ વખતે કૃષ્ણ અને સુભદ્રા પર આપેલ નિવેદનને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માફી માગી છે.

વીડિયો જાહેર કરીને માંગી માફી
એક વિડીયો જાહેર કરીને સી.આર.પાટીલે કહ્યું, “એક કાર્યક્રમ દરમિયાન એક નામ શરતચુકથી બોલાઇ ગયુ હતુ, ઘણા લોકોએ મને ફોન પર માફી માંગવા કહ્યુ હતુ તેમાં પણ મે માફી માંગી છે. ભગવાન શ્રીકૃષ્ણ કે કોઈ જાતિ પર ટિકા ટિપ્પણી કરી નથી. કોઇ પણ ભુલ હોય તો સ્વીકાર્યું છું અને પહેલા પણ સ્વીકારી હતી. અનુકુળતાએ દ્વારકા જઇને મંદિરમાં દર્શન કરીને પણ માફી માંગીશ.”