સલમાન ખાન ભારતીય મનોરંજન જગતના સૌથી જાણીતા નામોમાંનું એક છે અને તેઓ વૈશ્વિક સ્ટારડમ ધરાવતા હોય ટેલિવિઝન શો “બિગબોસ”ને તેનો લાભ મળ્યો છે.

મેગાસ્ટાર સલમાનની લાર્જર-ધેન-લાઈફ સ્ક્રીન હાજરી, અજોડ કરિશ્મા, સ્વેગ અને વલણને કારણે સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વમાં તે વિશાળ ચાહક વર્ગ ધરાવે છે.

થિયેટરોમાં મોટા પરદા ઉપર લોકપ્રિય રહેલા સલમાન ખાને બ્લોકબસ્ટર શો ‘બિગ બોસ’ સાથે ટેલિવિઝન ક્ષેત્ર પર એકલા હાથે રાજ કર્યું છે તેમ કહી શકાય.

વર્ષ 2010 માં સલમાને હોસ્ટ તરીકે બિગબોસ શોમાં ભવ્ય એન્ટ્રી કરી અને તેમની એન્ટ્રી સાથે તેમણે રિયાલિટી શો ને જબરદસ્ત પ્રસિદ્ધ અપાવી.

માત્ર સલમાન ખાને જ શો બિગ બોસમાં સ્ટાર પાવર ઉમેર્યો અને 2010 થી લઈને અત્યાર સુધી કોઈપણ રિયાલિટી શો માં સૌથી વધુ ટીઆરપી સાથે આ શોએ નં. 1 સ્થાનનું નેતૃત્વ કર્યું.
 
સલમાન ખાનની એન્ટ્રી બાદ તેઓએ આ શોને વૈશ્વિક સફળતા અપાવી છે.
મેગાસ્ટાર સલમાને સળંગ 14 સિઝન હોસ્ટ કરી તેને દેશના સૌથી પ્રિય રિયાલિટી શો બનાવ્યો.

બિગ બોસ 17ની બીજી એક મોટી સફળતા એ છે, જેણે સલમાનના સ્વેગ અને કરિશ્માને કારણે ખૂબ જ લોકપ્રિયતા અને TRP રેટિંગ મેળવી હતી.

એ વાતને નકારી શકાય નહીં કે શો બિગ બોસની વૈશ્વિક સફળતામાં સલમાન ખાન મુખ્ય ભૂમિકા ભજવી હતી.
શો હોસ્ટ કરવા, સ્પર્ધકોને હેન્ડલ કરવા અને તેમને માર્ગદર્શન આપવાની તેમની સિગ્નેચર સ્ટેમ્પ પ્રેક્ષકોના હૃદયને સ્પર્શી ગઈ છે અને તેથી બિગ બોસ સલમાન ખાન માટે સમાનાર્થી બની ગયું છે