ગુજરાતમાં ધોમ તડકામાં પણ મતદારો મતદાન મથકે મત આપવા આવી રહયા છે અને સવારના 11 વાગ્યા સુધીનું સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ નોંધાયું છે.
દરમિયાન મતદાન સાથે સાથે જે દ્રશ્યો જોવા મળી રહયા છે તે પણ અહીં પ્રસ્તુત કરી રહયા છે.
●રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી
રામ મોકરિયા રાજકોટથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસે જતા હતા તે વખતે તબિયત લથડતા તેઓને આટકોટની કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
●વડોદરાના યુવા ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન
લોકશાહીના મહાપર્વમાં લોકો વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવા ઉમદા હેતુ સાથે વડોદરાના યુવા ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ માટે તેઓ બેનર, પોસ્ટર લઈ વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. “સારે કામ છોડ દો સબસે પહેલે વોટ દો” જેવા અલગ અલગ સામાજિક સંદેશ સાથેના બેનર, કટ આઉટ લઈ વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી મત આપીને આવનાર મતદારોને ગુલાબ આપી અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
●વડોદરામાં નિઝામપુરા માં આવેલ ટેસ્ટી વડાપાઉં સેન્ટર દ્વારા મતદાર જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરાયો છે.
અહીં મત આપી આવનાર ગ્રાહકને ફ્રીમાં વડાપાઉં આપવામાં આવે છે. લોકોની મતદાન બાદ વડાપાઉં સેન્ટર પર પણ ભારે ભીડ જોવા મળી હત અને 11 વાગ્યા સુધીમાં 3 હજારથી વધુ લોકોએ વડાપાઉં ખાવાનો લાભ લીધો છે.
●વડોદરામાં ધોમ તડકામાં પણ મતદારોની લાંબી લાઈનો જોવા મળી,દિવ્યાંગ મતદારોએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ
●વડોદરામાં સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા તમામ હરિભક્તોને મતદાન કરવા અપીલ કરાઈ હતી.
અટલાદરા મંદિર ખાતેના સંતોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડો શ્યામાપ્રસાદ મુખરજી પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યું હતું.
જેમાં પંચ્યાસી વર્ષીય દેવ સ્વરૂપ સ્વામી સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી સહિત કોઠારી પૂજ્ય ભાગ્ય સેતુ સ્વામી તેમજ ડો. જ્ઞાન વત્સલ સ્વામી સહીત સંતોએ મત આપી લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરી હતી.
●રાજકોટમાં કેટલાક મતદારો ગેસના બાટલા સાથે મત આપવા આવ્યા
ગુજરાતમાં ધોમ તડકામાં પણ મતદારો મતદાન મથકે મત આપવા આવી રહયા છે અને સવારના 11 વાગ્યા સુધીનું સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું છે
જ્યારે ચૂટણી પંચના આંકડા મુજબ સવારે 11 વાગ્યા સુધી આસામમાં 27.34 ટકા, બિહારમાં 24.41 ટકા, છત્તીસગઢમાં 29.90 ટકા, ગોવામાં 30.94 ટકા, ગુજરાતમાં 24.35 ટકા, કર્ણાટકમાં 24.48 ટકા, મધ્યપ્રદેશમાં 30.21 ટકા, 181 ટકા મતદાન થયું છે. મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં 26.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 32.82 ટકા મતદાન થયું હતું.