ગુજરાતમાં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં’ ગીતથી લોકપ્રિય થનાર કિંજલ દવેને આજ ગીત મામલે કોર્ટે રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે, મહત્વનું છે કે કિંજલ દવેએ અગાઉ આ મામલે કોર્ટમાં બિનશરતી માફી પણ માગી હતી, જોકે, કોર્ટે માફી માન્ય નહિ રાખી રૂ. 1 લાખનો દંડ અરજદારને ચૂકવવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં કિંજલ દવે ‘ચાર ચાર બંગડી’ ગીતથી ખૂબજ ફેમસ થયા હતા ત્યારબાદ આ ગીત મામલે વિવાદ થયો હતો અને ફરી આ મામલો એકવાર ચર્ચામાં આવ્યો છે,ગીતના કોપીરાઇટ બદલ કિંજલ દવે સામે કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે છે અને લોકગાયિકા કિંજલ દવેને સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે સિટી સિવિલ કોર્ટમાં ચાર ચાર બંગડી વાળા ગીતના કોપીરાઈટ મામલે વાંધો ઉઠાવ્યો હતો. મુળ આ ગીતના રચયિતા અને સિંગર એવા ઓસ્ટ્રેલિયાના સિંગર કાર્તિક પટેલ જે ચાર ચાર બંગડી વાળા ગીત પોતાનુ હોવાનો દાવો કરી કીંજલ દવે સામે સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો અને કોર્ટમાં અરજી કરી હતી કે આ ગીતની ક્રેડીટ મુળ સિંગર એટલે કે પોતાને મળવી જોઈએ અને
આ ગીતને લઈને કીંજલ દવે સામે કોપીરાઇટ્સ મામલે કોર્ટમાં મામલો પહોંચ્યો હતો અને કિંજલ દવેએ કોર્ટમાં બિનશરતી માફી માગી હતી, પરંતુ કોર્ટે કહ્યું કે ગીત ગાયું અને લોકપ્રિય થયું અને પૈસા કમાયા છે માટે માફી યોગ્ય નથી જેથી આગામી 7 દિવસમાં રૂપિયા 1 લાખ અરજદારને ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી’ ગીત બાદ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી.